તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનું મોત, બોડીગાર્ડ પણ માર્યો ગયો
તેહરાન, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) વિશ્વભરમાં કુખ્યાત આતંકવાદી સંગઠન હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનું આખરે ઈરાનની રાજધાની તેહરાનમાં તેના નિવાસસ્થાને થયેલા હુમલામાં મોત થયું છે. આ હુમલામાં હાનિયા નો બોડીગાર્ડ પણ માર્યો ગયો હતો. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશ
તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનું મોત, બોડીગાર્ડ પણ માર્યો ગયો


તેહરાન, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) વિશ્વભરમાં કુખ્યાત આતંકવાદી સંગઠન હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનું આખરે ઈરાનની રાજધાની તેહરાનમાં તેના નિવાસસ્થાને થયેલા હુમલામાં મોત થયું છે. આ હુમલામાં હાનિયા નો બોડીગાર્ડ પણ માર્યો ગયો હતો. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ બાદ, હમાસે પણ બંનેના મોતની પુષ્ટિ કરી છે.

હમાસે કહ્યું છે કે, બુધવારે ઇઝરાયલના હવાઈ હુમલામાં બંને માર્યા ગયા હતા. નોંધનીય છે કે, હાનિયા એ મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતાને પણ મળ્યા હતા. ઈરાનના સરકારી ટેલિવિઝનના વિશ્લેષકોએ આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે.

રેકોર્ડ માટે, આ વર્ષે એપ્રિલમાં ઇઝરાયેલી સુરક્ષા દળોએ હાનિયાના ત્રણ પુત્રોને મારી નાખ્યા હતા. ત્રણેય ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા દરમિયાન માર્યા ગયા હતા. ઈઝરાયલે દાવો કર્યો હતો કે, હાનિયાના ત્રણ પુત્રો આમિર, હાઝેમ અને મોહમ્મદ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ગયા વર્ષે 7 ઓક્ટોબરની મધ્યરાત્રિએ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા. ત્યારથી ઇઝરાયલે હમાસ સામે યુદ્ધ છેડ્યું છે. ઈઝરાયલની સેના, ગાઝામાં હમાસ વિરુદ્ધ સતત સૈન્ય કાર્યવાહી કરી રહી છે.

હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનો જન્મ 1962માં ગાઝા પટ્ટીના, અલ-શાતી શરણાર્થી શિબિરમાં થયો હતો. તેઓ 2006 થી 2007 સુધી પેલેસ્ટાઈન ઓથોરિટીના વડાપ્રધાન હતા. વર્ષ 2017માં તેને ખાલેદ મેશાલની જગ્યાએ હમાસ ચીફ બનાવવામાં આવ્યો હતો. આ પહેલા ઈઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહની જગ્યાઓ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલની સેનાએ કહ્યું કે, ગોલાન હાઇટ્સ પર રોકેટ હુમલા માટે જવાબદાર આતંકવાદી કમાન્ડરને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલામાં હિઝબુલ્લાના લશ્કરી કમાન્ડર ફુઆદ શુક્ર માર્યો ગયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ / માધવી વ્યાસ


 rajesh pande