
તેહરાન (ઈરાન), નવી દિલ્હી, 05 જાન્યુઆરી
(હિ.સ.) ઈરાનમાં આઠ દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન, ઓછામાં ઓછા 19 નાગરિકો અને એક
સુરક્ષા કર્મચારીના મોત થયા છે. દેશભરમાં 222 સ્થળોએ આખીરાત પ્રદર્શનો થયા છે. 26 પ્રાંતોના, 78 શહેરોમાં લોકો
રસ્તા પર ઉતરી આવ્યા છે. મોંઘવારી વિરુદ્ધના આંદોલને, સુપ્રીમ લીડર અલી ખામેનેઇના
સિંહાસનને હચમચાવી નાખ્યું છે. અશાંતિની જ્વાળાઓ પવિત્ર શહેર કોમ સુધી પહોંચી ગઈ
છે. ખામેનેઇ ગમે ત્યારે દેશ છોડીને રશિયા જઈ શકે છે.
આ માહિતી ઈરાન ઈન્ટરનેશનલ દ્વારા, અમેરિકા સ્થિત હ્યુમન
રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી (એચઆરએએનએ) અને ધ ટાઈમ્સને ટાંકીને આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, “જો અશાંતિ વધશે, તો સુપ્રીમ લીડર
અલી ખામેનેઇ દેશ છોડીને ભાગી શકે છે. જો સુરક્ષા દળો વિરોધ પ્રદર્શનોને દબાવવામાં
નિષ્ફળ જશે, તો તેઓ તેમના
લગભગ 20 સહાયકો અને
પરિવાર સાથે મોસ્કો ભાગી જશે.”
રવિવારે વિરોધ પ્રદર્શનના આઠમા દિવસે મધ્ય તેહરાનમાં
વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે
રાજધાનીના અનેક ભાગોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
રાતભર વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો.
યુનિવર્સિટીઓ, બજારો અને
પ્રાંતીય શહેરો અશાંતિનું કેન્દ્ર રહ્યા. શનિવારે રાત્રે પશ્ચિમી શહેર મલેકશેહીમાં
સુરક્ષા દળોના ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ વિરોધીઓ માર્યા ગયા અને લગભગ 30 અન્ય ઘાયલ થયા.
ગુપ્તચર માહિતીનો હવાલો આપતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે
કે,” સુપ્રીમ લીડર અલી ખામેનીએ તેમના 20 નજીકના સાથીઓ અને પરિવાર સાથે મોસ્કો ભાગી જવાની યોજના
તૈયાર કરી છે, જેમાં તેમના
પુત્ર અને નિયુક્ત ઉત્તરાધિકારી મોજતબાનો સમાવેશ થાય છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ