દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી, ચીન પહોંચ્યા.જિનપિંગ સાથે મુલાકાત કરશે
બીજિંગ (ચીન), નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.) દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સોમવારે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શિખર મંત્રણા કરશે. બંને નેતાઓ ઉત્તર કોરિયા સહિત આર્થિક સંબંધો અને સાંસ્કૃતિક આદાનપ્રદાન વધ
કોરિયા


બીજિંગ (ચીન), નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.) દક્ષિણ કોરિયાના

રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સોમવારે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શિખર મંત્રણા

કરશે. બંને નેતાઓ ઉત્તર કોરિયા સહિત આર્થિક સંબંધો અને સાંસ્કૃતિક આદાનપ્રદાન

વધારવાના માર્ગો પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. નવેમ્બરની શરૂઆતમાં ગ્યોંગજુમાં

એશિયા-પેસિફિક આર્થિક સહકાર સમિટ દરમિયાન, બંને નેતાઓ મળ્યાના લગભગ બે મહિના પછી આ

મંત્રણા થઈ છે.

કોરિયા ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે,” લી રવિવારે ચીનની ચાર

દિવસની રાજ્ય મુલાકાત માટે બીજિંગ પહોંચ્યા હતા.જેના થોડા કલાકો

પહેલા ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્ર તરફ અજાણી બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. ગયા

વર્ષે જૂનમાં પદ સંભાળ્યા પછી લીની ચીનની આ પહેલી અને 2019 પછી દક્ષિણ

કોરિયાના રાષ્ટ્રપતિની પહેલી મુલાકાત છે.”

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી, પ્યોંગયાંગ સાથેના

તણાવપૂર્ણ સંબંધો સુધારવા અને કોરિયન દ્વીપકલ્પના પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર પ્રગતિ

કરવા માટે ચીનનો ટેકો માંગશે. સમિટ પહેલાં, લી બીજિંગમાં કોરિયા-ચીન આર્થિક મંચમાં હાજરી આપશે. સેમસંગ

ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન લી જે-યોંગ, એસકે ગ્રુપના ચેરમેન ચી તાઈ-વોન અને એલજી ગ્રુપના ચેરમેન કૂ

ક્વાંગ-મો મુખ્ય સહભાગીઓ હશે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વાઇ સુંગ-લાકે

જણાવ્યું હતું કે,” બંને પક્ષો વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે 10 થી વધુ એમઓયુ પર

હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.” વાઇએ કહ્યું કે,” સાંસ્કૃતિક આદાન-પ્રદાન એ બીજો

મહત્વપૂર્ણ વિષય હશે, અને સંવેદનશીલ

મુદ્દાઓ ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે.” શુક્રવારે ચીનના રાજ્ય પ્રસારણકર્તા

સીસીટીવી સાથેની મુલાકાતમાં, લીએ પુનરોચ્ચાર કર્યો કે એક ચીન નીતિનું સન્માન

કરવા અંગે દક્ષિણ કોરિયાનું વલણ યથાવત છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande