અભિનેતા અલ્લુ અર્જુને બાળ કલાકાર તરીકે, પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી
નવી દિલ્હી, 1 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અલ્લુ અર્જુન ભારતીય સિનેમાનો એક મોટો સ્ટાર છે, જેના ચાહકો દેશ અને દુનિયામાં ફેલાયેલા છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે સૌથી પ્રખ્યાત ફિલ્મોમાંની એક સાથે તેનું રસપ્રદ જોડાણ શુ
અલ્લુ


નવી દિલ્હી, 1 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અલ્લુ અર્જુન ભારતીય સિનેમાનો એક

મોટો સ્ટાર છે, જેના ચાહકો દેશ અને દુનિયામાં ફેલાયેલા છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો

કે સૌથી પ્રખ્યાત ફિલ્મોમાંની એક સાથે તેનું રસપ્રદ જોડાણ શું છે?

અલ્લુ અર્જુન કમલ હાસનની 1986ની પ્રખ્યાત ક્લાસિક સ્વાતિ મુથ્યમમાં, બાળ

કલાકાર તરીકે જોવા મળ્યો હતો. તે એક નાનો પણ યાદગાર રોલ હતો.જેમાં તેણે

પહેલીવાર કમલ હાસનના પૌત્રની ભૂમિકા ભજવી હતી. આ એકમાત્ર સમય છે જ્યારે અલ્લુ

અર્જુને પીઢ અભિનેતા કમલ હાસન સાથે, સ્ક્રીન શેર કરી છે. આ પ્રખ્યાત ફિલ્મમાં

અલ્લુ અર્જુનનો નાનકડો રોલ તેના ચાહકો માટે, એક રસપ્રદ હકીકત છે. તે એક યુવા

અભિનેતાથી ભારતીય સિનેમામાં મોટા પાન ભારતીય સ્ટાર બનવાની તેની સફરની શરૂઆત

દર્શાવે છે.

અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ પુષ્પા 2: ધ રૂલથી દેશભરમાં,

તરંગો ઉભો કરી રહ્યો છે. તેની જાહેરાત બાદથી ચાહકો ઉત્સાહિત છે. ફિલ્મના બે ગીત 'પુષ્પા પુષ્પા' અને 'ધ કપલ સોંગ' રિલીઝ થતાં આ

ઉત્તેજના વધુ વધી ગઈ છે. હવે, દરેક જણ 6 ડિસેમ્બરે રિલીઝ થનારી પુષ્પા 2: ધ રૂલમાં આઇકોનિક

પુષ્પરાજ તરીકે અલ્લુ અર્જુનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સંજીવ પાશ / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande