અમિતાભ બચ્ચને, ફરીથી અયોધ્યામાં 40 કરોડ રૂપિયાની જમીન ખરીદી
નવી દિલ્હી, 29 મે (હિ.સ.) બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, છેલ્લા ઘણા દાયકાઓથી ઉદ્યોગમાં સક્રિય છે. પોતાના કરિયરમાં સેંકડો સુપરહિટ ફિલ્મો આપનારા અમિતાભ બચ્ચન એક સમયે નાદાર થઈ ગયા હતા, પરંતુ હવે તેમની પાસે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમણે અત્યાર સ
અમિતાભ બચ્ચન


નવી દિલ્હી, 29 મે (હિ.સ.) બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, છેલ્લા ઘણા દાયકાઓથી ઉદ્યોગમાં સક્રિય છે. પોતાના કરિયરમાં સેંકડો સુપરહિટ ફિલ્મો આપનારા અમિતાભ બચ્ચન એક સમયે નાદાર થઈ ગયા હતા, પરંતુ હવે તેમની પાસે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમણે અત્યાર સુધીમાં મુંબઈમાં ઘણી મિલકતો ખરીદી છે. ગયા વર્ષથી, તેઓ રામ જન્મભૂમિ અયોધ્યામાં ભારે રોકાણ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને પહેલાથી જ અયોધ્યામાં ત્રણ પ્લોટ ખરીદ્યા હતા અને હવે તેમણે ચોથો પ્લોટ પણ ખરીદ્યો છે. અહેવાલ મુજબ, અમિતાભે 25,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો છે, જેની કિંમત 40 કરોડ રૂપિયા થાય છે.

અમિતાભ બચ્ચને ખરીદેલો નવો પ્લોટ સરયુ નામના રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ વિસ્તારમાં છે. બિગ બી એ અગાઉ પણ અહીં રોકાણ કર્યું હતું. અમિતાભ બચ્ચને તાજેતરમાં એક રિયલ એસ્ટેટ ફર્મમાં દરેક 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અહેવાલ મુજબ, ગયા વર્ષે રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં, તેમણે અયોધ્યામાં 5,372 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો, જેના માટે તેમણે 4.54 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તેમણે સરયુ રિયલ એસ્ટેટમાં 14.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમણે શહેરમાં 54,000 ચોરસ ફૂટનો પ્લોટ પણ ખરીદ્યો છે, જે તેમના પિતા હરિવંશ રાય બચ્ચનના ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બિગ બી આ જમીન પર તેમના પિતાની યાદમાં એક સ્મારક બનાવવાની યોજના બનાવી રહ્યા છે.

બચ્ચન પરિવારની મિલકત

બચ્ચન પરિવાર, છેલ્લા ઘણા વર્ષોથી મિલકતમાં રોકાણ કરી રહ્યો છે. 2024માં અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે મળીને 25 કરોડ રૂપિયાના 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા. અભિનેત્રી અને રાજ્યસભા સભ્ય જયા બચ્ચને પોતાની કુલ સંપત્તિ જાહેર કરી છે. ચૂંટણી સોગંદનામામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, તે અને અમિતાભ બચ્ચન સંયુક્ત રીતે 1,578 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તેમની પાસે 849.11 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 729.77 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.

અમિતાભ બચ્ચને, તાજેતરમાં મુંબઈના અંધેરી વિસ્તારમાં એક મિલકત 83 કરોડ રૂપિયામાં વેચી હતી. તેમણે 2021 માં તે 31 કરોડ રૂપિયામાં ખરીદી હતી. અમિતાભ બચ્ચનના આવકના સ્ત્રોત વિશે વાત કરીએ તો, તેઓ ફિલ્મો, જાહેરાતો અને કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરીને પૈસા કમાય છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande