લોકપ્રિય ગાયક મિલિંદ ગાબા પિતા બન્યા, પત્નીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો
નવી દિલ્હી, 31 મે (હિ.સ.) પ્રસિદ્ધ પંજાબી ગાયક મિલિંદ ગાબા જોડિયા બાળકોના પિતા બન્યા છે. તેમની પત્ની ફેશન વ્લોગર પ્રિયા બેનીવાલે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તાજેતરમાં મિલિંદ અને પ્રિયાએ તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ ખુશખબર જાહેર કરી હતી, જેમાં
પંજાબી ગાયક મિલિંદ ગાબા


નવી દિલ્હી, 31 મે (હિ.સ.) પ્રસિદ્ધ પંજાબી ગાયક મિલિંદ ગાબા જોડિયા બાળકોના પિતા બન્યા છે. તેમની પત્ની ફેશન વ્લોગર પ્રિયા બેનીવાલે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તાજેતરમાં મિલિંદ અને પ્રિયાએ તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ ખુશખબર જાહેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, ગાબાની વાતમાં કોઈ ટ્વીસ્ટ નથી, જોડિયા બાળકો છે.

મિલિંદ અને પ્રિયાએ પોસ્ટમાં એક સુંદર તસવીર શેર કરી હતી, જેમાં બે બાળકો વાદળી અને ગુલાબી કપડાંમાં લપેટાયેલા જોવા મળે છે. પ્રિયાએ આ ફોટો પોસ્ટ કરીને ભાવનાત્મક કેપ્શન લખ્યું હતું કે, અમારા માટે ક્યારેય કંઈ માંગ્યું નથી, પરંતુ હવે અમે બીજું શું માંગી શકીએ છીએ. અમને બે જાદુઈ વસ્તુઓનો આશીર્વાદ મળ્યો છે. જય માતા દી.

પ્રિયા અને મિલિંદે સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરતાની સાથે જ તેમના ચાહકો અને મનોરંજન જગતની હસ્તીઓએ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. કોમેડિયન ભારતી સિંહ, ગાયિકા તુલસી કુમાર અને અભિનેત્રી કિશ્વર મર્ચન્ટ જેવી હસ્તીઓએ પ્રિયા-મિલિંદની પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને તેમને અભિનંદન આપ્યા છે. મિલિંદે 16 એપ્રિલ, 2022 ના રોજ પ્રિયા બેનીવાલ સાથે લગ્ન કર્યા. તેઓ તેમના સુખી પરિવારમાં જોડિયા બાળકોના આગમનથી ખૂબ જ ખુશ છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande