પાટણ,01 ઓગસ્ટ (હિ.સ.) એસ.પી.કચેરી પાટણથી શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન પાટણ સુધી આયોજીત મોટી રેલીમાં બહોળી સંખ્યામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા હોમ ગાર્ડની બહેનો જોડાઈ હતી. આ રેલી દ્વારા પાટણની નગરની બજારોમાં ફરીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રેલીનું પ્રસ્થાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, પોલીસ સબ ઈન્સપેક્ટર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કરાવવામાં આવ્યું હતુ. નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ તેમજ ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન હેતુ સેમિનાર અને તાલીમનું આયોજન પોલીસ વિભાગના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાટણ ખાતે કરવામાં આવ્યું હતુ.
સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજીત સેમિનારમાં ઉપસ્થિત બહેનોને મુશ્કેલીના સમયમાં રક્ષણ કેવી રીતે કરવું તે બાબતે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી.. જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા નારી વંદન સપ્તાહની રૂપરેખા વિશે માહિતી આપવામાં આવી. ત્યારબાદ એડવોકેટ દર્શનાબેન પટેલે ઘરેલું હિંસા અધિનયમ-2005 અંતર્ગત મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા હોમગાર્ડને કાયદા વિશે વિસ્તૃત સમજ આપી. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ અંતર્ગત મહિલા સુરક્ષા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મહિલા પોલીસ કર્મચારીઓનું દેશના વિકાસમાં મહત્વના યોગદાનની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સમિતિના ચેરમેન ડૉ.અવનીબેન દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 એમ મહિલાઓના કાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
નારી વંદન સપ્તાહની ઉજવણીની રેલીમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ, મહિલા હોમગાર્ડની બહેનો, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરીનો સ્ટાફ, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પવારમેન્ટ ઑફ વિમેન(DHEW )નો સ્ટાફ, osc, 181 મહિલા અભયમ હેલ્પલાઇન, pbsc અને પોલીસ કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ મહિલા સુરક્ષા દિવસની તથા ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત આયોજીત કાયદાકીય માર્ગદર્શન હેતુ સેમિનાર,તાલીમમાં ડૉ.અવનીબેન આલ-ચેરમેન જિલ્લા કક્ષાની સમિતિ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013, જિલ્લા મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકાર મુકેશ પટેલ, મહિલા પોલિસ સબ ઇન્સ્પેકટર પી. ડી.ચૌધરી, એડવોકેટ,દર્શના પટેલ, નાયબ હિસાબનીશ, નીરવભાઈ, ફિલ્ડ ઓફિસર મુકેશભાઈ, DHEW સ્ટાફ, OSC સ્ટાફ, PBSC સ્ટાફ, 181 મહિલા અભયમ સ્ટાફ, she ટીમ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ, મહિલા હોમગાર્ડ, મહિલા કરાટે ટીમ ઉપસ્થિત રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર / હર્ષ શાહ