યુધરા ફિલ્મ માટે સિદ્ધાંતે ઘણી મહેનત કરી, 20 કિલો વજન ઘટાડ્યું
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી, આ દિવસોમાં આગામી ફિલ્મ યુધરા ને લઈને ચર્ચામાં છે. યુધરા ફિલ્મ, 20 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી માલવિકા મોહનન અને સિદ્ધાંત ચતુર્વેદીની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળશે. આ
યુધરા


નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી, આ દિવસોમાં આગામી ફિલ્મ યુધરા ને લઈને ચર્ચામાં છે. યુધરા ફિલ્મ, 20 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી માલવિકા મોહનન અને સિદ્ધાંત ચતુર્વેદીની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળશે. આ ફિલ્મ માટે બંનેએ ઘણી મહેનત કરી છે. સિદ્ધાંતે ફિલ્મ યુધરા માટે 20 કિલો વજન ઘટાડીને પોતાનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે.

'યુધરા' માટે અભિનેતાએ 20 કિલો વજન ઘટાડ્યું

આ ફિલ્મ માટે સિદ્ધાંત ચતુર્વેદીએ ઘણી મહેનત કરી છે. નિર્દેશક ઉદયવરે, સિદ્ધાંતના ટ્રાન્સફોર્મેશનને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુધરા ના દિગ્દર્શક રવિ ઉદયવરે, આ ફિલ્મ માટે સિદ્ધાંત ચતુર્વેદીની મહેનત વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, સિદ્ધાંતને તેના પાત્રમાં સંપૂર્ણ રીતે ફિટ થવા માટે વજન ઘટાડવું પડ્યું, જેના માટે તેણે સખત મહેનત કરી અને 20 કિલો વજન ઘટાડ્યું.

સિદ્ધાંત-માલવિકાની યુધરા ની ચર્ચા

અભિનેત્રી માલવિકા મોહનન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. માલવિકા મોહનને ઘણી મલયાલમ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે સૌપ્રથમ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ'થી પ્રવેશ કર્યો હતો. હવે ફરી એકવાર તે યુધરા ફિલ્મથી બોલિવૂડ ચાહકોનું દિલ જીતવા માટે તૈયાર છે.

સિદ્ધાંત-માલવિકાનો ઈન્ટીમેટ સીન

આ ફિલ્મમાં માલવિકા મોહનન અને એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીની કેમેસ્ટ્રી લાજવાબ હશે. આ ફિલ્મનું પહેલું ગીત 'સાથિયા' થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું. આ ગીતમાં સિદ્ધાંત અને માલવિકાની કેમેસ્ટ્રી અને ઈન્ટીમેટ સીન્સે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. માલવિકાએ, સિદ્ધાંત ચતુર્વેદી સાથેની તેની કેમેસ્ટ્રી વિશે વાત કરી અને કહ્યું કે, ઈન્ટીમેટ સીન શૂટ કરવું સરળ કામ નથી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande