કરીનાની ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ' એ, અત્યાર સુધીમાં 8.82 કરોડ રૂપિયાની કમાણી કરી
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) કરીના કપૂર ખાનની ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ'એ દર્શકોના દિલમાં જાદુ ચલાવ્યો છે અને 8.82 કરોડ રૂપિયાનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન હાંસલ કર્યું છે. મિસ્ટ્રી થ્રિલર શૈલીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત પકડ
ફિલ્મ


નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) કરીના કપૂર ખાનની ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ'એ દર્શકોના

દિલમાં જાદુ ચલાવ્યો છે અને 8.82 કરોડ રૂપિયાનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન હાંસલ

કર્યું છે. મિસ્ટ્રી થ્રિલર શૈલીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત પકડ સાથે શાનદાર

શરૂઆત કરી છે. ફિલ્મે શુક્રવારે રૂ. 1.62 કરોડની કમાણી કરી હતી અને શનિવારે રૂ.

2.41 કરોડની કમાણી કરી હતી,

જે 90 ટકાનો

ઉછાળો હતો. તેણે રવિવારે રૂ. 2.72 કરોડ, સોમવારે રૂ. 1.06 કરોડ અને મંગળવારે રૂ. 1.01 કરોડની કમાણી

કરી હતી.

આમ,

ફિલ્મનું એકંદર

બોક્સ ઓફિસ કલેક્શન 8.82 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેમાં કરીના કપૂર ખાન, એશ ટંડન, રણવીર બ્રાર અને

કીથ એલન જેવી સ્ટાર કલાકારો છે. આ ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે.જ્યારે આસિમ અરોડા, કશ્યપ કપૂર અને

રાઘવ રાજ કક્કરે લખ્યું છે. આ ફિલ્મ મહાના ફિલ્મ્સ અને ટીબીએમફિલ્મ્સ દ્વારા

બાલાજી ટેલિફિલ્મ્સની ભાગીદારીમાં રજૂ કરવામાં આવી છે. તે શોભા કપૂર, એકતા આર કપૂર અને

પ્રથમ વખત નિર્માતા કરીના કપૂર દ્વારા બનાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના /

ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande