દીપિકા પાદુકોણ, પોતાની દીકરીનો ઉછેર પોતે જ કરશે
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના ઘરમાં આ સમયે ખુશીનો માહોલ છે. દીપિકાએ, 8 સપ્ટેમ્બરે એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ બાદ દીપવીરને, ચાહકો અને સ્ટાર્સ દ્વારા અભિનંદન આપવામાં આ
દીપિકા


નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના ઘરમાં આ સમયે ખુશીનો માહોલ છે. દીપિકાએ, 8 સપ્ટેમ્બરે એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ બાદ દીપવીરને, ચાહકો અને સ્ટાર્સ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીને હજુ સુધી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. ચાહકો દીપિકાની લિટલ એન્જલની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. જોકે, આ માટે ચાહકોએ લાંબી રાહ જોવી પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દીપિકા અને રણવીર તેમના બાળકનો ફોટો જલ્દીથી શેર કરશે નહીં.

આજકાલ એવું જોવા મળે છે કે, સ્ટાર્સ પોતાના બાળકોની સંભાળ રાખવા માટે લાખો રૂપિયાના પગાર પર આયાઓ રાખે છે. કરીના કપૂર ખાનથી શરૂ કરીને આવા ઘણા સ્ટાર્સ છે, જેમના બાળકોની સંભાળ નેની (આયા) કરે છે. પરંતુ, દીપિકા પાદુકોણ આવું નહીં કરે. રિપોર્ટ અનુસાર, દીપિકા પોતાની દીકરીનું ધ્યાન ઐશ્વર્યા રાયની જેમ જાતે જ રાખશે. જેવી રીતે ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યાની સંભાળ કોઈ આયાની મદદ વગર જાતે જ રાખે છે, તેમ દીપિકા પણ તેને અનુસરશે. જો આ મીડિયા રિપોર્ટ્સના દાવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે દીપિકા પોતાની દીકરીને ઉછેરવા માટે એક્ટિંગમાંથી બ્રેક લેશે.

રણબીર કપૂર-આલિયા ભટ્ટ અને અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની જેમ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ તેમની પુત્રીની ખાતર 'નો-ફોટો પોલિસી' અપનાવી શકે છે. તેઓ તેમની દીકરીને બને ત્યાં સુધી મીડિયાથી દૂર રાખશે અને જ્યારે યોગ્ય સમય હશે ત્યારે દુનિયાને તેની ઝલક આપશે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે 'કલ્કી 2898 એડી'માં જોવા મળી હતી. દીપિકાએ સગર્ભા હતી ત્યારે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. તો હવે તે દીપિકાની ફિલ્મ 'સિંઘમ અગેન'માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય કુમાર, અજય દેવગન, કરીના કપૂર ખાન, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. 'સિંઘમ અગેન' સિવાય રણવીર 'ડોન 3'માં પણ જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande