અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે, ગુપ્ત રીતે લગ્ન કરી લીધા
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) 'હીરામંડી' ફેમ બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને 'રંગ દે બસંતી' ફેમ લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થે, તાજેતરમાં જ લગ્ન કર્યા છે. અદિતિએ, ઈન્સ્ટાગ્રામ પર લગ્નની સુંદર તસવીરો શેર કરીને તેના તમામ ચાહકોને ખુશ કરી દીધા
અદિતિ-સિદ્ધાર્થ


નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) 'હીરામંડી' ફેમ બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને 'રંગ દે બસંતી' ફેમ લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થે, તાજેતરમાં જ લગ્ન કર્યા છે. અદિતિએ, ઈન્સ્ટાગ્રામ પર લગ્નની સુંદર તસવીરો શેર કરીને તેના તમામ ચાહકોને ખુશ કરી દીધા છે. આ બંને વચ્ચે લગ્નની કોઈ ચર્ચા નહોતી. અદિતિ-સિદ્ધાર્થનો લગ્ન સમારંભ, પસંદગીના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં થયો હતો.

અદિતિ-સિદ્ધાર્થના લગ્ન સમારોહનું આયોજન દક્ષિણી શૈલીમાં કરવામાં આવ્યું હતું. અભિનેત્રીએ લગ્નમાં સુંદર ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. સિદ્ધાર્થે દક્ષિણની પરંપરા મુજબ સફેદ કુર્તો અને લુંગી પહેરી હતી. અદિતિએ આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, તમે મારા સૂર્ય, ચંદ્ર છો અને મારા માટે તમે મારા સ્ટાર છો. અભિનેત્રીની પોસ્ટ 'પ્યાર, રોશની અને જાદુ...મિસ્ટર એન્ડ મિસિસ અદુ-સીધ્ધુ'ને હાલમાં નેટીઝન્સ તેમજ કલાકારો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. આ તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

અદિતિ અને સિદ્ધાર્થ, ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અદિતિ અને સિદ્ધાર્થે 'મહાસમુદ્રમ' નામની ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને રિલેશનશિપમાં બંધાઈ ગયા. 2021 થી, તેણે ક્યાંય પણ તેના સંબંધો વિશે ખુલ્લેઆમ ટિપ્પણી કરી ન હતી. પરંતુ, તેમના તમામ ચાહકોને લાગ્યું કે અદિતિ-સિદ્ધાર્થ સાથે છે. હવે આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande