ઉના નજીક 20 લાખ થી વધુ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો.. જ પોલીસ નો દરોડો.. સ્થળ પર થી 02 ઈસમો ની અટકાયત..
-નેસડા ગામની સીમમાં બાતમી આધારે LCB સ્કોવડ રાત્રી ના ત્રાટકી.. મધ્ય રાત્રીના વિદેશી દારૂના કટિંગ સમયે ગિર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામની ગૌચરની સીમ શીતળા માતાજીના મંદિર પાસેથી ગીર સોમનાથ એલસીબીએ ઇંગ્લિશ દા
ઉના નજીક 20 લાખ થી વધુ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો.. જ પોલીસ નો દરોડો.. સ્થળ પર થી 02 ઈસમો ની અટકાયત..


-નેસડા ગામની સીમમાં બાતમી આધારે LCB સ્કોવડ રાત્રી ના ત્રાટકી.. મધ્ય રાત્રીના વિદેશી દારૂના કટિંગ સમયે

ગિર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામની ગૌચરની સીમ શીતળા માતાજીના મંદિર પાસેથી ગીર સોમનાથ એલસીબીએ ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો ગત રાત્રે જ ગીર સોમનાથ એલસીબીને બાતમી મળી હતી કે સંઘ પ્રદેશ દમણથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ના સપ્લાય થવાનો છે અને તે ઉના આવવાનો છે અને તે એક ખાનગી ટ્રક મારફત ઉના પહોંચતા ની સાથે જ ગીર સોમનાથ એલસીબીએ રેડ કરી હતી સૌપ્રથમ વાવરડા ગામની સીમમાં થી 150 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો ત્યારબાદ વધુ તપાસ કરતાં કુલ 400 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો સ્થળ પરથી જ પોલીસે 2 ઈસમો ને ઝડપી પાડ્યા હતા સાથે સનખડા ગામના બુટલેગરને પણ ઝડપી પાડ્યો છે આ દારૂ કોને સપ્લાય કરવાનો હતો ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ પોલીસે હાથ ધરી છે સ્થળ પરથી જ પોલીસે ટ્રક અને 400 પેટી વિદેશી દારૂ જથ્થો કબજે કર્યો છે પોલીસે ટ્રક, મોબાઈલ તેમજ ઇંગલિશ દારૂ સહિતનો ફુલ 21,90,800 મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande