વલસાડ જિલ્લામાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન, નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો
વલસાડ , 18 સપ્ટેમ્બર (હિ.સ.)-ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અનુસાર દક્ષિણ ગુજરાતના ઝોન કો - ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવના નેતૃત્વમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૪માં જન્મદિવસની ભવ્ય ઉ
Modi valsad


વલસાડ , 18 સપ્ટેમ્બર (હિ.સ.)-ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અનુસાર દક્ષિણ ગુજરાતના ઝોન કો - ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવના નેતૃત્વમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૪માં જન્મદિવસની ભવ્ય ઉજવણી વૈદિક યજ્ઞ સાથે કરવામાં આવી હતી. જેમાં મોદીજીને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને યશસ્વી થવા માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં અલગ અલગ તાલુકા વાપી, ધરમપુર, પારડી અને વલસાડમાં અલગ અલગ જગ્યાએ એમ કુલ 6 સ્થળે યજ્ઞ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, ટ્રેનર્સ, સાધકો અને અન્ય લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ યજ્ઞના માધ્યમ થી પ્રધાનમંત્રી મોદીને બર્થ ડે સોંગ ગાઈ ચોકલેટ અને મીઠાઈ વહેંચી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande