સુરત APMCની જગ્યાના કોમર્શિયલ ઉપયોગ સામે, હાઈકોર્ટની ફટકાર
સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત APMCની ખેડૂતો માટેની જગ્યાનો કોમર્શિયલ હેતુ માટેના ઉપયોગનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. જેમાં હાઈકોર્ટે APMCની જગ્યાના કોમર્શિયલ ઉપયોગ સામે લાલ આંખ કરી છે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કૃષિ સિવાયની અન્ય ઓફિસ
Apmc


સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત APMCની ખેડૂતો માટેની જગ્યાનો કોમર્શિયલ હેતુ માટેના ઉપયોગનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. જેમાં હાઈકોર્ટે APMCની જગ્યાના કોમર્શિયલ ઉપયોગ સામે લાલ આંખ કરી છે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કૃષિ સિવાયની અન્ય ઓફિસો બંધ કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. સુરત APMCની જગ્યાએ ફાઈવ સ્ટાર હોટલ અને કૃષિ બજાર મોલ બનાવી દેવાયો છે અને તેનો ઉપયોગ ખેડૂતો માટે નહીં પણ કોમર્શિયલ ઉપયોગ માટે કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરાયા છે.

APMCની જગ્યા પર બનાવાયેલા મોલમાં અનેક ખાનગી ઓફીસો કાર્યરત છે. જેમાં આઈટી ઓફિસ, એલઆઈસી, ટ્યુશન ક્લાસીસ, ઓનલાઈન બિઝનેસ ટ્રેનિંગ સેન્ટર, એરહોસ્ટેસ ક્લાસીસ સહિતની અલગ-અલગ ઓફિસ ચાલી રહી છે. જ્યારે હાઈકોર્ટના આદેશ બાદ કૃષિ બજારમાં ઓફિસ ચલાવનારા મુશ્કેલીમાં મુકાયા છે અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ અટવાયા છે.

કૃષિ બજારમાં ઓફિસ ધરાવનાર લોકોનો દાવો છે કે, APMCના હોદ્દેદારોએ માત્ર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઓફિસ ચલાવવા અંગે કોઈ જાણકારી આપી ન હતી અને બિઝનેસ કરી શકો એમ કહેવામાં આવ્યું હતું. સાથે જ APMCના હોદ્દેદારોએ દુકાનદારોને લાંબા સમય માટે ભાડા કરારનું કહેવાયું હતું. જેના કારણે અનેક લોકોએ પોતાની ઓફિસમાં 70-80 લાખનો ફર્મિચર સહિતનો ખર્ચ કર્યો છે. પરંતુ હવે ઓફીસ ખાલી કરવાનો આદેશ કરાતા કંપનીની ગુડવિલ, કર્મચારી અને ચાલી રહેલા પ્રોજેક્ટ પર મોટી અસર પડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande