આવતીકાલથી જિલ્લામાં યોજાશે સેવા સેતુ કાર્યક્રમ
-સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર જ મેળવી શકશો યોજનાઓના લાભ
આવતીકાલથી જિલ્લામાં યોજાશે સેવા સેતુ કાર્યક્રમ


મોડાસા, 16 સપ્ટેમ્બર (હિ.સ.). રાજ્યમાં પારદર્શિતા વધે અને લોકોના વ્યક્તિલક્ષી રજૂઆતોના ઝડપી નિકાલ માટે સમગ્ર રાજ્યની સાથે અરવલ્લી જિલ્લામાં પણ ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમના ૧૦ મા તબક્કાનો શુભારંભ થઈ રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી તમામ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દરમીયાન આપ ઘણી વ્યક્તિગત યોજનાઓના લાભો સ્થળ પર જ મેળવી શકશો. જિલ્લાવાસીઓને આ સેવાસેતુ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ મેળવવા જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકનો અનુરોધ છે.

આ કાર્યક્રમ આપ નીચે જણાવેલા વિભાગવાર વિવિધ સેવાઓ જેવી કે

૧.આવક જાતિના દાખલા

૨.રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી આધારકાર્ડને લગતી તમામ કામગીરી

૩. પી.એમ.જે. માં અરજી, મફત હેલ્થ ચેક-અપ કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ બસ કન્સેશન પાસ

૪. ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ - વય વંદના - સંકટ મોચન સહાય યોજના

૫. નવિન વારસાઈ અરજીઓ તથા વિના મુલ્યે ૭/૧૨, ૮અ ની નકલ જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી અને મિલ્કત આકારણીના ઉતારા ઘરેલું નવા વીજ જોડાણ, બેન્કીંગને લગતી સેવાઓ

૬. પી.એમ. સન્માનનિધી લાભાર્થીનું E-KYC

૧૭-૦૯-૨૦૨૪ ના રોજ માલપુર તાલુકાની સાતરડા પ્રાથમિક શાળા, ધનસુરા તાલુકાની નવલપુર પ્રાથમિક શાળા , બાયડ તાલુકાની સુરજબા હાઇસ્કુલ ગાબટ, મોડાસા તાલુકાના અમલાઈ ગામ, મેઘરજ તાલુકાના બાંઠિવાડા ગામમાં અને ભિલોડા તાલુકાની રિંટોડા પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત જિલ્લામાં કુલ ૨૧ સ્થળો પર સમયાંતરે આ કાર્યક્રમ યોજાશે. જેનો લાભતે ગામની સાથે આસપાસના ગામના લોકો પણ મેળવી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande