અરવલ્લી જિલ્લામાં આગામી ૧૭ મી સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર  સુધી શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ૧૦મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
-કાર્યક્રમમાં વધુને વધુ લોકોને લાભ મેળવવા જિલ્લા વિકાસ અધિકારી  દિપેન કેડિયાની અપીલ
અરવલ્લી જિલ્લામાં આગામી ૧૭ મી સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર  સુધી શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ૧૦મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે


મોડાસા, 16 સપ્ટેમ્બર (હિ.સ.). નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી ગુજરાત સરકારે સેવાસેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે. સરકાર ની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યકિતગત રજૂઆતો સાથે અરજીઓનો સ્થળ પર જ નિકાલ માટે અરવલ્લી જિલ્લામાં પણ આગામી ૧૭ મી સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ૧૦માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે.

સમાજના તમામ વર્ગો માટે રાજય સરકારે યોજનાઓ બનાવી છે ત્યારે સેવાસેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયાએ જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર સામે ચાલીને જે-તે ક્લસ્ટરમાં સમાવિષ્ટ નિયમિત અંતરાલે આવક, જાતિ, ક્રીમી લેયર રાશન કાર્ડ, વિધવા સહાય, જનધન ખાતા આધાર કાર્ડ સહિતના પ્રમાણપત્ર કાઢી આપે છે અને સુવિધાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ લાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande