ઢાકા, નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ અવામી લીગના નેતાઓની ધરપકડનો દોર ચાલુ છે. ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ગુપ્તચર શાખાએ, આજે વહેલી સવારે ઢાકાના બંગશાલ વિસ્તારમાંથી અવામી લીગ (ઢાકા-7)ના ભૂતપૂર્વ ધારાસભ્ય હાજી મોહમ્મદ સલીમની ધરપકડ કરી હતી.
ઢાકા ટ્રિબ્યુન અખબારના જણાવ્યા અનુસાર, ડીએમપી (ડીબી-ઉત્તર) ના જોઈન્ટ કમિશનર એમડી રબીઉલ હુસૈન ભુઈયાં એ, આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, બાતમી મળ્યા બાદ ટીમે રાત્રે લગભગ 1:30 વાગ્યે બંગશાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આખરે વહેલી સવારે તેની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. તેણે કહ્યું કે, તે અનેક પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસમાં આરોપી છે. ભુઈયાં એ કહ્યું છે કે, 2022 માં, ઢાકાની અદાલતે તેમને આવકના જાણીતા સ્ત્રોતોથી અપ્રમાણસર સંપત્તિ પ્રાપ્ત કરવાના કેસમાં જેલની સજા ફટકારી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ