નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર (હિ.સ.) શાહરૂખ ખાન એક એવો અભિનેતા છે, જેના ચાહકો દૂર-દૂર સુધી ફેલાયેલા છે અને બોલિવૂડમાં કિંગ ખાન તરીકે ઓળખાતો આ અભિનેતા, કોઈને કોઈ કારણોસર સતત સમાચારોમાં રહે છે. હવે શાહરૂખ ફિલ્મ 'રઈસ'માં, તેના કો-સ્ટાર દ્વારા તેના વિશે નિવેદન આપ્યા બાદ ચર્ચામાં છે.
વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'રઈસ'માં પ્રમોદ પાઠકે, ગુજરાતના મુખ્યમંત્રીની ભૂમિકા ભજવી હતી. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને પ્રમોદ પાઠકે, શાહરૂખ ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. આ વીડિયોમાં પાઠક કહેતા જોવા મળે છે કે, “ઘણીવાર એવું બને છે કે, શાહરૂખ ખાન સુપરસ્ટાર હોવાના કારણે લોકોના મન પર એક પ્રકારનું દબાણ સર્જાય છે. તે અન્ય લોકોને ડરાવતો દેખાય છે, પરંતુ તે ખૂબ જ સરળ છે. તે જે પણ ભૂમિકા ભજવી રહ્યો હોય, તે જ ભૂમિકામાં સેટ પર આવે છે. તેનું ધ્યાન માત્ર કામ પર જ છે.
પાઠકે કહ્યું, શાહરૂખ સાથે કામ કરવાની સૌથી સારી વાત એ હતી કે, તેણે મને ક્યારેય એવું અનુભવ્યું નથી કે તે એક સુપરસ્ટાર છે. તે હંમેશા મને પૂછતો હતો કે, મેં જે સીન કર્યો છે તે સારો ગયો કે, શું મને તે ગમ્યો.... તે અન્ય લોકોને તેના માટે અભિપ્રાય પૂછતો હતો અને મને એ પણ બતાવતો કે તે શું વિચારે છે. તેની સાથે કામ કરવું સહેલું છે. તેમનામાં સુપર સ્ટાર હોવાનો બિલકુલ અહંકાર નથી. તેમની સાથે કામ કરતી વખતે એવું લાગે છે કે, જાણે બે કલાકારો એક સાથે કામ કરી રહ્યા છે.
આ દરમિયાન ઘણા કલાકારો શાહરૂખ ખાનના વખાણ કરતા જોવા મળ્યા છે. ઘણા કલાકારોએ કહ્યું છે કે, તેઓ તેમના અંગત જીવનમાં પણ લોકો સાથે પ્રેમથી વર્તે છે. શાહરૂખના કામની વાત કરીએ તો તે 'જવાન 2' અને 'કિંગ' ફિલ્મોમાં જોવા મળશે. 2023માં રિલીઝ થયેલી ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.
શાહરૂખ ખાને 2017માં આવેલી ફિલ્મ 'રઈસ'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની સાથે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પણ મહત્વના રોલમાં હતી. આ ફિલ્મનું નિર્માણ શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. તે વર્ષની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ હતી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ