'ધુરંધરે ', આમિર ખાનની 'દંગલ' ને પાછળ છોડી, બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડી નાખ્યા ..
નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) ડિસેમ્બર 2025 માં અભિનેતા રણવીર સિંહની, તાજેતરમાં રિલીઝ થયેલી ''ધુરંધર'' ને ઉજવણી માનવામાં આવી રહી છે. રણવીર સિંહે પોતે કદાચ અપેક્ષા રાખી ન હતી કે ફિલ્મ બોક્સ ઓફિસ પર આ પ્રકારની સુનામી લા
ફિલ્મ


નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) ડિસેમ્બર 2025 માં અભિનેતા રણવીર સિંહની, તાજેતરમાં રિલીઝ

થયેલી 'ધુરંધર' ને ઉજવણી

માનવામાં આવી રહી છે. રણવીર સિંહે પોતે કદાચ અપેક્ષા રાખી ન હતી કે ફિલ્મ બોક્સ

ઓફિસ પર આ પ્રકારની સુનામી લાવશે. સપ્તાહના અંતે પણ, ફિલ્મની કમાણીમાં

ઘટાડો થયો નથી, અને 'ધુરંધર' હજુ પણ વ્યવસાયિક દિવસોમાં મજબૂત કલેક્શન કરી

રહી છે. આ ગતિ સાથે, ફિલ્મે આમિર

ખાનનો છ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી, ફિલ્મ નવા રેકોર્ડ બનાવવાનું ચાલુ રાખે છે.

સૈકનિલ્કના અહેવાલ મુજબ, 'ધુરંધર' એ રિલીઝના 12મા

દિવસે આશરે ₹30 કરોડની કમાણી કરી છે. આ સાથે, મંગળવાર

મધ્યરાત્રિ સુધીમાં ફિલ્મનું કુલ સ્થાનિક કલેક્શન ₹411.25 કરોડ પર પહોંચી ગયું છે.

વધુમાં, ધુરંધર તેના બીજા

અઠવાડિયામાં ₹400 કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ અને એકમાત્ર હિન્દી ફિલ્મ બની છે.

આ ફિલ્મ ઘરેલુ બોક્સ ઓફિસ પર ₹4૦૦ કરોડની કમાણી

કરનારી સાતમી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે.

ઘરેલુ બોક્સ ઓફિસ પર, ધુરંધર એ

આમિર ખાનની સુપરહિટ દંગલ (₹387 કરોડ) નો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે

રજનીકાંતની 2.૦ (₹4૦7 કરોડ) અને

પ્રભાસની સલાર (₹4૦6 કરોડ) ને પણ

પાછળ છોડી દીધી છે. વિશ્વવ્યાપી કલેક્શનની દ્રષ્ટિએ, આ ફિલ્મ ₹55૦ કરોડનો આંકડો પાર કરી ગઈ છે, જે તેને અત્યાર સુધીની 23 સૌથી વધુ કમાણી

કરનારી હિન્દી ફિલ્મ બનાવે છે. રણવીર સિંહ સાથે, આ ફિલ્મમાં અક્ષય

ખન્ના, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અલી ખાન અને

રાકેશ બેદી મુખ્ય ભૂમિકાઓમાં છે. મજબૂત વાર્તા અને શાનદાર અભિનય દ્વારા સંચાલિત, ધુરંધર બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જાળવી રાખ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande