ભારતીય ફિલ્મ 'હોમબાઉન્ડ',ઓસ્કાર 2026 માટે શોર્ટલિસ્ટ થઈ
નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) ફિલ્મ નિર્માતા કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ બેનર હેઠળની ''હોમબાઉન્ડ'' ને, 2026 ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. નીરજ ઘાયવાન દ્વારા દિગ્દર્શિત,
ઓસ્કર


નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) ફિલ્મ નિર્માતા કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ બેનર હેઠળની 'હોમબાઉન્ડ' ને, 2026 ઓસ્કારમાં

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. નીરજ

ઘાયવાન દ્વારા દિગ્દર્શિત,

આ ફિલ્મમાં ઇશાન

ખટ્ટર, વિશાલ જેઠવા અને

જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

ધર્મા પ્રોડક્શન્સે ખુશી વ્યક્ત કરી: 98મા એકેડેમી

એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે.

હોમબાઉન્ડ ને ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ શ્રેણીમાં પસંદ કરવામાં આવવી એ એક

મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પ્રસંગે, ધર્મા પ્રોડક્શન્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, 'હોમબાઉન્ડ' ને 98મા એકેડેમી

એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી

છે. વિશ્વભરમાંથી અમને મળેલા પ્રચંડ પ્રેમ અને સમર્થન માટે અમે ખૂબ આભારી

છીએ.

ઓસ્કાર શોર્ટલિસ્ટમાં પહોંચવું એ કોઈપણ ફિલ્મ માટે એક

મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે ફક્ત તે જ ફિલ્મો યાદીમાં પહોંચે છે, જે વિશ્વની

શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણાય છે. હોમબાઉન્ડ હવે બ્રાઝિલ, જર્મની, ઇરાક, સ્પેન અને જાપાન

સહિત 15 દેશોની ફિલ્મોની

આ શ્રેણીમાં સ્પર્ધાનો સામનો કરશે. બધાની નજર હવે તેના પર છે કે ફિલ્મ અંતિમ

નોમિનેશન યાદીમાં સ્થાન મેળવે છે કે નહીં.

હોમબાઉન્ડ

ની વાર્તા બે મિત્રો, શેખર (ઇશાન

ખટ્ટર) અને ચંદન કુમાર (વિશાલ જેઠવા) ની આસપાસ ફરે છે. તે ભારતમાં જાતિ અને

ધાર્મિક ભેદભાવની વાસ્તવિકતાને ઉજાગર કરે છે અને બતાવે છે કે, આ પરિસ્થિતિઓ સામે

લડતી વખતે બે મિત્રો કેવી રીતે પોતાનું જીવન ફરીથી બનાવવા માટે સંઘર્ષ કરે છે.

સુધા ભારતી (જાન્હવી કપૂર)નું પાત્ર આશા અને પ્રકાશના કિરણ તરીકે ઉભરી આવે છે.

ફિલ્મનો પરાકાષ્ઠા લોકડાઉન દરમિયાન, પ્રવાસી મજૂરોના સ્થળાંતરના સંવેદનશીલ

મુદ્દાને પણ સ્પર્શે છે. આ ફિલ્મનું દિગ્દર્શન નીરજ ઘેવાન દ્વારા કરવામાં આવ્યું

છે અને તેનું નિર્માણ કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું છે.

હોમબાઉન્ડ

પહેલાથી જ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની છાપ છોડી ચૂકી છે, જેને કાન્સ અને ટીઆઈએફએફખાતે પ્રશંસા મળી છે. ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં

પ્રશંસા મળી છે. ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીઆઈએફએફ ) 2025 માં પણ તેને ખૂબ

જ પ્રશંસા મળી હતી અને તે પીપલ્સ ચોઇસ એવોર્ડ્સમાં બીજા ક્રમે રહી હતી. હવે, ઓસ્કાર

શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યા પછી, હોમબાઉન્ડ ભારત માટે વધુ એક ઐતિહાસિક ક્ષણ બનાવવા

માટે તૈયાર દેખાય છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande