નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર (હિં.સ.) અજિત સિંહે મંગળવારે મોડી રાત્રે
સ્ટેડ ડી ફ્રાંસ ખાતે, પેરિસ 2024 પેરાલિમ્પિક્સમાં પુરુષોની ભાલા ફેંક એફ-46
ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સુંદર સિંહ ગુર્જરે તે જ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ
જીત્યો હતો.
અજિત પાંચમા રાઉન્ડમાં 65.62 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે
બીજા ક્રમે રહ્યો હતો અને તેણે તેનો પહેલો પેરાલિમ્પિક મેડલ જીત્યો હતો.
વિશ્વ વિક્રમ ધારક સુંદર, ચોથા રાઉન્ડમાં 64.96 મીટરના થ્રો
સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. તેણે ટોક્યો 2020માં સમાન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ
જીતીને તેનો બીજો પેરાલિમ્પિક મેડલ જીત્યો હતો.
સ્પર્ધામાં ત્રીજી ભારતીય રિંકુ 61.58 મીટર સાથે પાંચમા
સ્થાને રહી હતી. ક્યુબાના ગિલર્મો વરોના ગોન્ઝાલેઝે 66.14 મીટરના બીજા રાઉન્ડના
થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ