અમેરિકામાં જ્યોર્જિયામાં અપલાચી હાઈસ્કૂલમાં, ખૂનખરાબા બાદ કિશોરના પિતાની ધરપકડ
એટલાન્ટા, નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.) બુધવારે યુ.એસ.માં જ્યોર્જિયામાં અપલાચી હાઈસ્કૂલમાં ખૂન-ખરાબો કરવાના આરોપમાં 14 વર્ષીય વિદ્યાર્થીના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિદ્યાર્થીના ફાયરિંગમાં, ચાર લોકોના મોતથી સમગ
ખૂન


એટલાન્ટા, નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.) બુધવારે યુ.એસ.માં

જ્યોર્જિયામાં અપલાચી હાઈસ્કૂલમાં ખૂન-ખરાબો કરવાના આરોપમાં 14 વર્ષીય

વિદ્યાર્થીના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિદ્યાર્થીના ફાયરિંગમાં, ચાર

લોકોના મોતથી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ ગોળીબારમાં નવ લોકો ઘાયલ થયા છે.

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ,”જ્યોર્જિયા

બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (જીબીઆઈ)ના ડિરેક્ટર ક્રિસ હોસીએ ગુરુવારે રાત્રે, એક

પ્રેસ કોન્ફરન્સમાં આરોપી વિદ્યાર્થીના પિતા કોલિન ગ્રેની ધરપકડની પુષ્ટિ કરી હતી.”

હોસીએ જણાવ્યું

હતું કે,” ગ્રે સામેના આરોપો તેમના પુત્રની ક્રિયાઓ અને તેને હથિયાર રાખવાની

મંજૂરી આપવા સાથે, સીધા સંબંધિત છે. 54 વર્ષીય કોલિન ગ્રે પર અનૈચ્છિક હત્યાના ચાર ગુનાઓ, અને

બાળકો પ્રત્યેની ક્રૂરતાના આઠ ગુનાનો પણ આરોપ લગાવવામાં આવ્યા છે.”

અધિકારીઓએ જણાવ્યું

હતું કે,” કોલિન ગ્રે પર સૌથી ગંભીર આરોપ છે કે, તે જાણી જોઈને તેના પુત્રને

હથિયાર રાખવા દે છે.”

ઉલ્લેખનીય છે કે, આ

હાઈસ્કૂલમાં લગભગ 1,800 બાળકો અભ્યાસ

કરે છે. શાળા એટલાન્ટાના ડાઉનટાઉનથી લગભગ 40 માઈલ ઉત્તરપૂર્વમાં ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande