લોસ એન્જલસ, નવી દિલ્હી, 13 જાન્યુઆરી
(હિ.સ.) લોસ એન્જલસ જંગલની આગ સામે ઝઝૂમી રહ્યું છે. પવન ગરમ અને જોરથી ફૂંકાઈ
રહ્યો છે. લોસ એન્જલસમાં લાગેલી આગમાં, ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે, એમ અધિકારીઓએ
રવિવારે જણાવ્યું હતું. સોમવાર મોડી રાતથી બુધવાર સુધી આ વિસ્તારમાં ભારે પવન
ફૂંકાય, તેવી શક્યતાને કારણે લોકો ડરી ગયા છે.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ‘સપ્તાહના અંતે
પેલિસેડ્સ અને ઈટનમાં ભારે,
ગરમ પવન વચ્ચે
આગને કાબુમાં લેવામાં અગ્નિશામકોને નોંધપાત્ર સફળતા મળી હતી. ફાયર બ્રિગેડના
કર્મચારીઓ જંગલની આગ ઓલવવાના પ્રયાસમાં વ્યસ્ત હતા.’
લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે,’
ગુમ થયેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે.’
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ સાઇટ
ટ્રુથ પર રાજ્યના અધિકારીઓને ચિંતા વ્યક્ત કરતા અક્ષમ ગણાવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ