ટીમ કરતા વધુ, એક પરિવાર છે જૂની દિલ્હી 6 -ઈશાંત શર્મા
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર (હિં.સ.) પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ દિલ્હી પ્રીમિયર લીગમાં જૂની દિલ્હી 6 ટીમના શાનદાર પ્રદર્શન પર, ખુશી વ્યક્ત કરી છે. હાલમાં દિલ્હીએ સેન્ટ્રલ દિલ્હી લાયન્સને હરાવીને 6 સેમીફાઈનલમાં પોતાનું
ટીમ


નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર (હિં.સ.) પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ

દિલ્હી પ્રીમિયર લીગમાં જૂની દિલ્હી 6 ટીમના શાનદાર પ્રદર્શન પર, ખુશી વ્યક્ત કરી

છે. હાલમાં દિલ્હીએ સેન્ટ્રલ દિલ્હી લાયન્સને હરાવીને 6 સેમીફાઈનલમાં પોતાનું

સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

જોકે ઈશાંતે ટૂર્નામેન્ટમાં બોલિંગ કરી નથી, પરંતુ તે ટીમ

સાથે એક પરિવારની જેમ વર્તે છે અને તેમને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે.

ઈશાંતે કહ્યું, દુર્ભાગ્યવશ હું, પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી, પરંતુ ટીમ જે

રીતે પ્રદર્શન કરી રહી છે તે અદ્ભુત છે. છોકરાઓ જે રીતે રમી રહ્યા છે અને એકબીજાને

સપોર્ટ કરી રહ્યા છે, હું માત્ર એટલું

જ કહી શકું છું કે આ ટીમ એક પરિવાર છે. ઉપરાંત, ટીમના માલિક આકાશ નાંગિયા જે રીતે ટીમના દરેક સભ્યની સાથે

ઉભા છે અને મદદ કરે છે તે ખરેખર પ્રશંસનીય છે.

જૂની દિલ્હી 6, એ દિલ્હી પ્રીમિયર લીગમાં સતત બે ગેમ જીતીને

શાનદાર વાપસી કરી છે. લીગ દરમિયાન આ પ્રથમ વખત હતું, જ્યારે તેઓએ સતત

૨ ગેમ જીત્ય હતા.સેમિફાઇનલ માટે ટીમનું મનોબળ વધારતાઇશાંતે કહ્યું, એ જ ફોકસ જાળવી

રાખો અને તે જ જુસ્સા અને એકતા સાથે રમવાનું ચાલુ રાખો. જેણે તેમને અહી સુધી

પહોંચાડયા છે.

તેણે આગળ કહ્યું, હું મારા પરિવારને એક જ સલાહ આપીશ કે, નાની

નાની વિગતો પર વિશેષ ધ્યાન આપો, દિલથી રમો અને ભૂલી જાઓ કે તમારી સામે કયો બેટ્સમેન કે બોલર

ઉભો છે. જો તમે આ કરી શકશો,

તો તમને વિજેતા

બનવા માટે કોઈ રોકી શકશે નહી.

જૂની દિલ્હી 6 ટીમઃ લલિત યાદવ, ઈશાંત શર્મા, અર્પિત રાણા, શિવમ શર્મા, પ્રિન્સ યાદવ, ઋષભ પંત, મયંક ગુસાઈ, સનત સાંગવાન, અંકિત ભડાના, યુગ ગુપ્તા, કેશવ દલાલ, આયુષ સિંહ, કુશ નાગપાલ, સુમિત છિકારા, અર્ણવ બુગ્ગા, વંશ બેદી, મનજીત, યશ ભારદ્વાજ, સંભવ શર્મા, લક્ષ્મણ.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande