ઢાકા, નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર
(હિ.સ.) બાંગ્લાદેશના બરતરફ કરાયેલા વડાપ્રધાન શેખ હસીનાના નજીકના સાથી અને તેમની
પાર્ટી અવામી લીગના અગ્રણી નેતા, શાહજહાં ખાનની પોલીસે રાજધાનીના એક વિસ્તારમાંથી
ધરપકડ કરી હતી. ઢાકાથી પ્રકાશિત બંગાળી અખબાર પ્રોથોમ આલોના અહેવાલમાં આ માહિતી
આપવામાં આવી છે.
પ્રોથોમ આલોના અનુસાર,”ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (ડીએમપી) જોઈન્ટ કમિશનર (ઉત્તર)
રબીઉલ હુસૈને, શાહજહાં ખાનની ધરપકડની પુષ્ટિ કરી છે.” હુસૈને કહ્યું કે,” ગુરુવારે
રાત્રે તેની રાજધાનીના ધનમંડી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.”
મદારીપુર-2
મતવિસ્તારના પૂર્વ ધારાસભ્યએ શિપિંગ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓ બાંગ્લાદેશ
વર્કર્સ ફેડરેશનના કાર્યકારી પ્રમુખ પણ છે. તેઓ 1986માં મદારીપુર-2 મતવિસ્તારમાંથી
અપક્ષ ઉમેદવાર તરીકે પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે 1991, 1996, 2001, 2008, 2014, 2018 અને 2024માં
અવામી લીગની ટિકિટ પર ચૂંટણી જીતી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ