નેશન્સ લીગ: રોનાલ્ડોના 900મા ગોલથી, પોર્ટુગલે ક્રોએશિયાને 2-1થી હરાવ્યું
લિસ્બન,નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર (હિં.સ.) ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેનો 900મો ગોલના મદદથી, પોર્ટુગલે ગુરુવારે તેમની પ્રથમ નેશન્સ લીગ મેચમાં ક્રોએશિયા પર 2-1થી જીત મેળવી હતી. ડિયોગો ડાલોટે સાતમી મિનિટે, શાનદાર ગોલ કરીને પોર્
જીત


લિસ્બન,નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર (હિં.સ.)

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેનો 900મો ગોલના મદદથી, પોર્ટુગલે ગુરુવારે તેમની પ્રથમ નેશન્સ લીગ

મેચમાં ક્રોએશિયા પર 2-1થી જીત મેળવી

હતી.

ડિયોગો ડાલોટે સાતમી મિનિટે, શાનદાર ગોલ કરીને પોર્ટુગલને

લીડ અપાવી હતી. આ પછી, પોર્ટુગલની પાંચ

યુરો 2024 રમતોમાં ગોલ

કરવામાં નિષ્ફળ રહેલા રોનાલ્ડોએ, 34મી મિનિટે નુનો મેન્ડેસના એક ઉત્તમ ક્રોસ પર ગોલ કરીને

લીડને બમણી કરી. આ તેની કારકિર્દીનો 900મો ગોલ હતો.

ક્રોએશિયાને બ્રેકની, ચાર મિનિટ પહેલા ગોલની ભેટ મળી હતી.

જ્યારે ડાલોટે સોસાના સ્લાઇડિંગ પ્રયાસને, પોતાની જ નેટમાં ડીફ્લેકટ કરી દીધો હતો, પરંતુ સ્કોર રહિત

બીજા હાફમાં, ગોલથી પોર્ટુગલને તેમના અભિયાનની વિજયી શરૂઆત મળી હતી. ગુરુવારે લીગ એગ્રુપ 1 ની અન્ય રમતમાં

પોલેન્ડે સ્કોટલેન્ડને 3-2થી હરાવ્યું.

રવિવારે પોર્ટુગીઝ ટીમ સ્કોટલેન્ડની યજમાની કરશે જ્યારે ક્રોએશિયા પોલેન્ડ સામે

ટકરાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande