કરાચી, નવી દિલ્હી, 08 સપ્ટેમ્બર (હિ.સ.) પાકિસ્તાનના સૌથી મોટા શહેર અને આર્થિક રાજધાની કરાચીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પોલીસ કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ વધુ 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કરાચીના અધિક પોલીસ મહાનિરીક્ષકે, પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ મહિલા અને નવ પુરૂષો સહિત 12 વધુ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, એઆરવાય ન્યૂઝે અહેવાલ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આના એક દિવસ પહેલા પણ છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સિંધના પોલીસ મહાનિરીક્ષક ગુલામ નબી મેમન એ, કરાચીના અધિક પોલીસ મહાનિરીક્ષક, ઝોનલ ડીઆઈજી અને એસએસપીને ફરજ પરના સમયે ટીક-ટોક પર વીડિયો રેકોર્ડ અને અપલોડ કરનારા પોલીસકર્મીઓ સામે પગલાં લેવા કડક આદેશો આપ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ