નવી દિલ્હી, 08 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આ અઠવાડિયે રશિયાની મુલાકાત લેશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભમાં જ ડોભાલ રશિયા જશે.
સૂત્રોએ વિદેશી દેશો સાથે સંબંધિત નવા વિકાસની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તાજેતરમાં યુક્રેનની મુલાકાત લીધી હતી. તેમણે સંઘર્ષને સમાપ્ત કરવામાં ભારતની ભૂમિકા અંગે સકારાત્મક પહેલ કરવાનું વચન આપ્યું હતું. આ પહેલા તેઓ, ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ, રશિયા ગયા હતા.
વડાપ્રધાન મોદીએ, યુક્રેનની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. મળતી માહિતી મુજબ, આ વાતચીતમાં ડોભાલની રશિયા મુલાકાતની ભૂમિકા નક્કી કરવામાં આવી છે. જો કે આ મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/રામાનુજ / ડો. માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ