ઉત્તરકાશી, નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર (હિ.સ.) ગંગોત્રી હાઇવે પર બંદરકોટ અને રતુડી શેરામાં ચોમાસા દરમિયાન ભૂસ્ખલન સમારકામ ની કામગીરી શરૂ થવાને કારણે, પહાડમાં તિરાડ પડવા લાગી છે અને પહાડ પથી કાટમાળ પડવાનું ચાલુ થઇ ગયું છે, જેના કારણે માર્ગ પર લાંબો ટ્રાફિક જામ થયો છે. યાત્રાળુઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચોમાસાએ તબાહી મચાવી છે. બંદરકોટ ગંગોત્રી નેશનલ હાઈવે પર પહાડમાં તિરાડનો વીડિયો ત્રણ દિવસ પહેલા સામે આવ્યો હતો, જ્યારે રવિવારે પણ પહાડ પરથી પથ્થરો અને કાટમાળ પડવાનું ચાલુ હતું, જેના કારણે ગંગોત્રી હાઈવે કલાકો સુધી બંધ રહ્યો હતો. જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
સ્થાનિક લોકોએ સીમા સડક સંગઠન (બીઆરઓ)ની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, ચોમાસા દરમિયાન ભૂસ્ખલનની સમારકામ ની કામગીરી શરૂ કરવાને કારણે સમસ્યા વધી રહી છે. જેના કારણે વારંવાર બનતી ભૂસ્ખલનની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ સત્યસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ભૂસ્ખલન સમારકામ ની કાર્યવાહી કરવી એ ખોટો નિર્ણય છે, જેના કારણે ગંગોત્રી હાઈવે વારંવાર બંધ થઈ રહ્યો છે અને ચાર ધામ યાત્રાને અસર થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ચિરંજીવ સેમવાલ / સત્યવાન / ડો. માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ