રાયપુર, નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, આજે છત્તીસગઢના પ્રવાસ પર છે. તેઓ આજે બિલાસપુરમાં ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ રમન ડેકા અને મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય પણ હાજર રહેશે. ધનખડ, 279 વિદ્યાર્થીઓ અને સંશોધકોને ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત કરશે.
એવું કહેવામાં આવ્યું છે કે, ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને તેમના પત્ની ડૉ. સુદેશ ધનખડ, દિલ્હીથી બપોરે 12:15 વાગ્યે ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા રવાના થશે અને બપોરે 2 વાગ્યે રાયપુરના માના એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા બિલાસપુર જશે. ઉપરાષ્ટ્રપતિ, બપોરે 3 થી 4 વાગ્યા સુધી ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ પછી ઉપરાષ્ટ્રપતિ, બિલાસપુરથી સાંજે 4:50 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા રાયપુરના માના એરપોર્ટ પહોંચશે અને સાંજે 5 વાગ્યે ખાસ વિમાન દ્વારા દિલ્હી જવા રવાના થશે.
હિન્દુસ્થાન સમાચાર / ગજેન્દ્ર પ્રસાદ પટેલ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ