લંડન, નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર (હિં.સ.) ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ શનિવારે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધને ઉકેલવામાં ભારત અને ચીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
એક કોન્ફરન્સ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મળ્યા પછી, જ્યોર્જિયા માલોનીએ કહ્યું કે, તે રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવામાં ચીન અને ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા જુએ છે. તેમણે કહ્યું કે આ સંઘર્ષ યુક્રેનને અલગ કરીને અથવા તેને એકલા છોડીને ઉકેલી શકાય નહીં.
ઇટાલીના પીએમ મેલોનીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે તે ત્રણ દેશોમાં ભારતનું નામ સામેલ કર્યું છે. જેની સાથે તેઓ યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે સંપર્કમાં છે અને આ દેશો આ મુદ્દાને ઉકેલવા માટે પ્રામાણિક પ્રયાસો કરી રહ્યા છે .
પુતિને કહ્યું કે, ચીન, ભારત અને બ્રાઝિલ યુક્રેન પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને કહ્યું હતું કે, યુદ્ધના પ્રથમ સપ્તાહમાં ઇસ્તંબુલમાં વાટાઘાટો દરમિયાન રશિયન અને યુક્રેનિયન વાટાઘાટકારો વચ્ચે થયેલ પ્રારંભિક સમજૂતી, જે ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી, તે વાટાઘાટોનો આધાર બનાવી શકે છે.
તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય યુક્રેનના ડોનબાસ પ્રદેશ પર કબજો કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ / ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ