નવી દિલ્હી, 08 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. ઘાયલોના ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોદીએ આજે તેમની સત્તાવાર પોસ્ટમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશના લખનૌમાં એક બિલ્ડિંગ અકસ્માતમાં લોકોના મોત દુઃખદ છે. અમે એવા લોકો સાથે પ્રાર્થના કરીએ છીએ, જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની રકમ રાહત તરીકે આપવામાં આવશે. જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
નોંધનીય છે કે, આ ઈમારત ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા છે.
હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/રામાનુજ / ડો. માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ