નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) અભિનેત્રી રશ્મિકા મંદાનાને તાજેતરમાં જ જીમમાં ઇજા થઈ હતી, જેના કારણે તેના
બહુપ્રતિક્ષિત આગામી પ્રોજેક્ટનું શૂટિંગ હાલ પૂરતું અટકાવવું પડ્યું છે.
રશ્મિકાને ડોક્ટરોએ, સંપૂર્ણપણે
સ્વસ્થ થવા માટે થોડો આરામ કરવાની સલાહ આપી છે. આ પછી જ તે તેના વ્યસ્ત
સમયપત્રકમાં પાછા ફરી શકશે. રશ્મિકાની ઈજાએ, તેના ચાહકોમાં
ચિંતા વધારી છે, પરંતુ નવીનતમ
અપડેટ્સ સૂચવે છે કે તે સ્વસ્થ થવાના માર્ગ પર છે અને ટૂંક સમયમાં કામ પર પાછી
ફરશે.
રશ્મિકા મંદાનાના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, રશ્મિકાને
તાજેતરમાં જ જીમમાં ઈજા થઈ હતી અને તે આરામ કરીને સ્વસ્થ થઈ રહી છે. જોકે, આ કારણે, તેના આગામી
પ્રોજેક્ટ્સનું શૂટિંગ, થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું છે. હવે તે ઘણી સારી
અનુભવી રહી છે. પહેલા કરતાં વધુ સારું અને ટૂંક સમયમાં સેટ પર પાછા આવીશ.
'એનિમલ' અને 'પુષ્પા' ફ્રેન્ચાઇઝીના
વર્તમાન કલેક્શન સાથે કુલ ૩૦૯૬ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન આપનાર રશ્મિકા
પોતાની મહેનત અને સકારાત્મકતાથી સતત પોતાના ચાહકોને પ્રેરણા આપી રહી છે. આ હિટ
ફિલ્મોની શ્રેણીએ તેણીને ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાંની એક બનાવી છે. શૂટિંગમાંથી
આ વિરામ થોડા સમય માટે જ છે, પરંતુ ચાહકો અપેક્ષા રાખી શકે છે કે રશ્મિકા પહેલા કરતાં
વધુ મજબૂત અને વધુ ઉર્જાવાન પરત ફરશે અને પોતાની સિગ્નેચર સ્ટાઇલ અને ઉર્જાથી
સ્ક્રીન પર ધમાલ મચાવશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ