નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી (હિ.સ.) બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ મુંબઈમાં પોતાનું એક ઘર 22.50 કરોડ રૂપિયામાં વેચી દીધું છે. આ ઘર બાંદ્રા વેસ્ટના એમજે શાહ ગ્રુપ 81 ઓરિએન્ટલ વિસ્તારમાં આવેલું હતું. આ વિસ્તારમાં સુનીલ શેટ્ટી, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જેવા કેટલાક મોટા કલાકારો પણ રહે છે.
એમજે શાહ ગ્રુપ 81 ઓરિએટ પ્રોજેક્ટ, 4.48 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. તેમાં ઘણા 4 બીએચકે ઘરો છે. અભિનેત્રી સોનાક્ષી સિંહાએ 2020 માં આ ઘર 14 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. હવે તેમણે એ જ ઘર 22.50 કરોડ રૂપિયામાં વેચી દીધું છે. સોનાક્ષી પાસે આ પ્રોજેક્ટમાં બીજું એક ઘર પણ છે, જ્યાં તેણે ઘર આ વેચી દીધું છે. તેમણે આ ઘર 2023માં 11 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. અહેવાલો અનુસાર, સોનાક્ષી સિંહા અને તેના પતિ ઝહીર ઇકબાલની સંયુક્ત સંપત્તિ હાલમાં 100 કરોડ રૂપિયા છે. મોંઘા ઘરો ઉપરાંત, તેમની પાસે 1.42 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ પણ છે. આ ઉપરાંત, 87.76 લાખ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ પણ છે. આ ઉપરાંત, બીએમડબ્લ્યુ 6 સિરીઝ પણ છે જેની કિંમત 75.90 લાખ રૂપિયા છે.
સોનાક્ષીના કામ વિશે વાત કરીએ તો, તેણે 2010 માં ફિલ્મ 'દબંગ' થી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તેમણે 'રાઉડી રાઠોડ', 'જોકર', 'ઓહ માય ગોડ', 'સન ઓફ સરદાર', 'દબંગ 2', 'હિમ્મતવાલા', 'તેવર' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. --- ----------------
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિલ નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ