ખુશી કપૂરના લુકને લઈને, ટ્રોલ કરનારાઓને તેનો જડબાતોડ જવાબ
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી (હિ.સ.) સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીને, બોલિવૂડની સૌથી પ્રભાવશાળી અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવતી હતી. દુનિયાભરમાં તેના ચાહકો છે. હવે તેમની માતાના પગલે ચાલીને, શ્રીદેવીની બંને પુત્રીઓ પણ અભિનય ક્ષેત
ફિલ્મ


નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી (હિ.સ.) સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીને, બોલિવૂડની સૌથી પ્રભાવશાળી

અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવતી હતી. દુનિયાભરમાં તેના ચાહકો છે. હવે તેમની

માતાના પગલે ચાલીને, શ્રીદેવીની બંને

પુત્રીઓ પણ અભિનય ક્ષેત્રમાં પ્રવેશી છે. હાલમાં, તેમની સૌથી નાની પુત્રી ખુશી કપૂરની આગામી

ફિલ્મ 'લવયાપા' સમાચારમાં છે. આ

ફિલ્મ આવતા શુક્રવારે એટલે કે ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના

પ્રમોશન માટે, ખુશી કપૂરે ઘણા ઇન્ટરવ્યુ આપ્યા. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુશીએ

તેના બાળપણની કેટલીક યાદો શેર કરી.

ખુશી કપૂરે ખુલાસો કર્યો કે,’ જ્યારે તે નાની હતી ત્યારે

તેના દેખાવ માટે તેને કેવી રીતે ટ્રોલ કરવામાં આવતી હતી અને તેની તેના જીવન પર

કેવી અસર પડી.’ તે સમયે તેણીએ કહ્યું હતું કે, આ ખૂબ જ ખરાબ વાત છે. જ્યારે હું નાની હતી,ત્યારે મારા

દેખાવ માટે ઘણી વાર મારી મજાક ઉડાવવામાં આવતી હતી. લોકો કહેતા કે, હું તમારી માતા

અને બહેન જેટલી સુંદર નથી દેખાતી. તે સમયે આ સાંભળીને મારા આત્મવિશ્વાસ પર અસર

પડી.

ખુશીએ આગળ કહ્યું, આ પછી મેં મારી જાત પર ધ્યાન આપવાનું શરૂ

કર્યું. મને નથી લાગતું કે, તેમાં કંઈ ખોટું છે. સ્કિનકેર, ફિલર્સ વિશે વધુ

વાત કરવાની જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે, પ્રમાણિક બનો. તમે કંઈ કરો કે ન

કરો, લોકો તેના વિશે

વાત કરે છે.

ખુશી ફિલ્મ 'લવયાપા'માં પીઢ અભિનેતા આમિર ખાન અને રીના દત્તાના પુત્ર જુનૈદ ખાન

સાથે, જોવા મળશે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ

રિલીઝ થઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande