દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુનના વકીલોએ, બીજા અટકાયત વોરંટ સામે મનાઈ હુકમ દાખલ કર્યો 
સિયોલ, નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.) દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલના વકીલોએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેઓએ માર્શલ લો લાદવા હેઠળ તેમની અટકાયત કરવા માટેના બીજા વોરંટ સામે મનાઈ હુકમ દાખલ કર્યો છે. યૂન ગેપ-ગ્યુન અને મહાભિયોગગ્રસ્ત રાષ્ટ્રપતિ
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુનના વકીલોએ બીજા અટકાયત વોરંટ સામે મનાઈ હુકમ દાખલ કર્યો


સિયોલ, નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.) દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલના વકીલોએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેઓએ માર્શલ લો લાદવા હેઠળ તેમની અટકાયત કરવા માટેના બીજા વોરંટ સામે મનાઈ હુકમ દાખલ કર્યો છે. યૂન ગેપ-ગ્યુન અને મહાભિયોગગ્રસ્ત રાષ્ટ્રપતિની કાનૂની બચાવ ટીમના અન્ય સભ્યોએ વિદેશી સમાચાર માધ્યમો સાથેની બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે યોગ્યતા વિવાદ પર ચુકાદા માટે વિનંતી બંધારણીય અદાલતમાં દાખલ કરવામાં આવી છે.

પત્રકારો સાથેની મુલાકાતમાં રાષ્ટ્રપતિ યૂનના વિચારો શેર કરતા, યૂન ગેપ ગ્યુને કહ્યું કે, પહેલા અને બીજા વોરંટ જારી કરનાર ન્યાયાધીશ અને અમારા વાંધાને (પહેલા વોરંટ સામે) રદ કરનાર ન્યાયાધીશે, માત્ર ખોટું કાનૂની અર્થઘટન જ કર્યું નથી, પરંતુ તેઓ ખોટી કાનૂની અરજીઓ પણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કાયદાના અનુમાન અને અતિશયોક્તિપૂર્ણ અર્થઘટન હતા, જેના કારણે તે અમાન્ય હોવાની શક્યતા ખૂબ જ વધારે છે. અમારી (વકીલોની) ટીમે પહેલા વોરંટ સામે સમાન પગલાં લીધાં હતાં પરંતુ બંધારણીય અદાલતે વોરંટની મુદત પૂરી થાય તે પહેલાં કોઈપણ વિનંતીઓ પર કાર્યવાહી કરી ન હતી. હકીકતમાં, 14 ડિસેમ્બરે નેશનલ એસેમ્બલી દ્વારા મહાભિયોગ પસાર કરવામાં આવ્યો, ત્યારથી રાષ્ટ્રપતિ જાહેર દૃષ્ટિથી દૂર છે.

પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં, વાકિન યૂન ગેપે કહ્યું, રાષ્ટ્રપતિ માને છે કે, માર્શલ લો લાદવાથી આપણા લોકો પોતાના પગ પર ઉભા રહેવાનો મૂડ બનાવવામાં ભૂમિકા ભજવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે 14 ડિસેમ્બરે સંસદે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા માટે મતદાન કર્યા બાદ યુનની રાષ્ટ્રપતિની સત્તાઓ સસ્પેન્ડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સિયોલ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે મંગળવારે વોરંટ જારી કર્યું ત્યારે તપાસકર્તાઓએ, તેમના પ્રારંભિક વોરંટને લંબાવવા માટે અરજી કર્યા બાદ, ગયા દિવસે સમાપ્ત થઈ ગયું હતું. ગયા શુક્રવારે વોરંટનો અમલ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. જ્યારે યુનના અંગરક્ષકોએ તપાસકર્તાઓને સત્તાવાર રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં પ્રવેશતા અટકાવ્યા.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande