નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ
અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (ડીપીઆઇઆઇટી) એ ભારતના અગ્રણી વ્યવસાય જૂથોમાંના એક, આઈટીસીલિમિટેડ સાથે
મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. ડીપીઆઇઆઇટીએ મોટા પાયે, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને
પ્રોત્સાહન આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં
જણાવ્યું હતું કે,” આ સમજૂતી કરાર (એમઓયુ) ખાસ કરીને ગતિશીલ ભાગીદારીનું, વાતાવરણ બનાવશે.જેમાં આઈટીસીના
વિશાળ બજાર નેટવર્કના વિશાળ અનુભવ અને કુશળતાને, ડીપીઆઇઆઇટીના સ્ટાર્ટઅપ્સને ટેકો
આપવાના પ્રયાસો સાથે જોડવામાં આવશે. આ સહયોગ દેશભરમાં સ્ટાર્ટઅપ્સ માટે એક માળખાગત
બજાર બનાવવા અને સ્ટાર્ટઅપ વૃદ્ધિ અને તકનીકી પ્રગતિને વેગ આપવાના અમારા સહિયારા
વિઝન સાથે સુસંગત છે.”
મંત્રાલયે જણાવ્યું હતું કે,” આ ભાગીદારી હેઠળ, આઈટીસીમેન્યુફેક્ચરિંગ
એક્ઝિક્યુશન સિસ્ટમ્સ (એમઈએસ) માટે, ડિજિટલ પ્લેટફોર્મ્સ, મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ માટે નવીનીકરણીય ઉર્જા
તકોનું સંયોજન, ઉર્જા સંગ્રહ
પ્રણાલીઓ વગેરે જેવા મુખ્ય ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ સોલ્યુશન્સ પ્રદાન કરશે. આ
સહયોગનો ઉદ્દેશ્ય દેશભરમાં સ્ટાર્ટઅપ્સ માટે ઉદ્યોગસાહસિકતા, તકનીકી પ્રગતિ
અને બજારની તકોને પ્રોત્સાહન આપવાનો છે.”
આ સ્ટાર્ટઅપ-પ્રોફી પહેલ વિશે બોલતા, ડીપીઆઇઆઇટના સંયુક્ત સચિવ
સંજીવે જણાવ્યું હતું કે,” તે ભારત સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા
અને આત્મનિર્ભર ભારત જેવા, મુખ્ય કાર્યક્રમો સાથે સુસંગત છે. વધુમાં, નવીનતા-આધારિત
ઉદ્યોગસાહસિકતા દ્વારા સમાવિષ્ટ અને સતત વિકાસને પ્રોત્સાહન આપીને તે વિઝન 2047ની દિશામાં એક
મહત્વપૂર્ણ પગલું પણ છે.”
તે જ સમયે, આઈટીસી કોર્પોરેટ અફેર્સ પ્રેસિડેન્ટ અનિલ રાજપૂતે જણાવ્યું
હતું કે,” આ એમઓયુસ્ટાર્ટઅપ્સ અને આઈટીસીબંનેનું મહત્વ
વધારશે. તે ડિજિટલાઇઝેશન દ્વારા, ભવિષ્યને અનુકૂળ ઉત્પાદન અને કાર્યકારી શ્રેષ્ઠતા
વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ આઈટીસીના સંધારણીય વિસ્તરણ માટે નવીનીકરણીય
ઉર્જા ક્ષેત્ર પર, ધ્યાન કેન્દ્રિત કરશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ