નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના
રાજ્યોના સરહદી શહેરોના લોકોને, આજે સવારે ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસનો સામનો કરવો
પડ્યો. દૃશ્યતા લગભગ નહિવત્ છે. રસ્તાઓ પર વાહનો રેલાતા જોવા મળ્યા. ભારતીય હવામાન
વિભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. ધુમ્મસ અને ઓછી દૃશ્યતાના કારણે
હવાઈ ટ્રાફિક પર પણ અસર પડી છે.
ભારતીય રેલ્વે અનુસાર, રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં
ધુમ્મસને કારણે, દિલ્હી જતી 26 ટ્રેનો મોડી ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,”
આજે સાંજે હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ
તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.”
આ ટ્રેનો મોડી ચાલી રહી છે:- બિહાર ક્રાંતિ, શ્રમ શક્તિ
એક્સપ્રેસ, ગોરખધામ
એક્સપ્રેસ, નવી દિલ્હી હમસફર, મહાબોધિ
એક્સપ્રેસ, વૈશાલી એક્સપ્રેસ, એસએલએનએએનવીટી એક્સપ્રેસ, શ્રમજીવી
એક્સપ્રેસ, અયોધ્યા
એક્સપ્રેસ, લખનૌ મેઇલ, પદ્માવત
એક્સપ્રેસ, એલકેઓ નવી દિલ્હી
એસી એક્સપ્રેસ, સપ્ત ક્રાંતિ
એક્સપ્રેસ, હાપા એસવીડીકે
એક્સપ્રેસ, માલવા એક્સપ્રેસ, કેસીવીએલ સંપર્ક
ક્રાંતિ એક્સપ્રેસ, જેબીપી એનઝેડએમ
એસએફ એક્સપ્રેસ, ગોંડવાના
એક્સપ્રેસ, મેવાડ એક્સપ્રેસ, નિઝામુદ્દીન
દુરંતો એક્સપ્રેસ, એસએનએસઆઈ કાલકા
એક્સપ્રેસ, યુપી સંપર્ક
ક્રાંતિ એક્સપ્રેસ, બીડીટીએસ એલકેયુ
એસએફ એક્સપ્રેસ, તેલંગાણા
એક્સપ્રેસ, આરકેએમપી એનઝેડએમ
એસએફ એક્સપ્રેસ અનેસંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ