નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' વિશે ઘણી ચર્ચા
છે. આ ફિલ્મ આગામી થોડા દિવસોમાં, રિલીઝ થશે. કંગના રનૌત, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન
ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. તેણે આ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે.
કંગનાની આ ફિલ્મ 2024માં જૂન મહિનામાં, રિલીઝ થવાની હતી. પરંતુ, તે વિવાદોથી
ઘેરાયેલ રહી. આખરે, કેટલાક દ્રશ્યો
કાપ્યા પછી, સેન્સર બોર્ડે
ફિલ્મને લીલી ઝંડી આપી. હવે ફરી એકવાર આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મ 'ઇમરજન્સી' બાંગ્લાદેશમાં
રિલીઝ થશે નહીં.
'ઇમરજન્સી' બાંગ્લાદેશમાં
બતાવવામાં આવશે નહીં. આ નિર્ણય ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના, વર્તમાન તણાવપૂર્ણ
સંબંધો સાથે સંબંધિત છે. ભારત અને બાંગ્લાદેશ બંને વચ્ચે તણાવપૂર્ણ રાજકીય સંબંધો
છે. ઇન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાનથી, બાંગ્લાદેશની સ્વતંત્રતા મેળવવામાં પણ તેમણે
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના કારણે ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું. તે
૧૯૭૧ના બાંગ્લાદેશના સ્વતંત્રતા યુદ્ધમાં, ભારતીય સેના અને ઇન્દિરા ગાંધી સરકારની
ભૂમિકા અને બાંગ્લાદેશના પિતા તરીકે ઓળખાતા શેખ મુજીબુર રહેમાનને તેમના સમર્થન પર
પ્રકાશ પાડે છે.
'ઇમરજન્સી' બાંગ્લાદેશમાં
પ્રતિબંધિત થયેલી પહેલી ભારતીય ફિલ્મ નથી. આ પહેલા બાંગ્લાદેશમાં 'પુષ્પા 2' અને 'ભૂલ ભુલૈયા 3' જેવી ફિલ્મો પર
પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કંગના રનૌત, અનુપમ ખેર, શ્રેયસ તલપડે, અશોક છાબરા, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, વિશાક નાયર અને સતીશ કૌશિક અભિનીત 'ઇમર્જન્સી' 17 જાન્યુઆરીએ,
રિલીઝ થશે. આ ફિલ્મનો સીધો મુકાબલો અમન દેવગન અને રાશા થડાનીની ફિલ્મ 'આઝાદ' સાથે થશે. આ
ફિલ્મ રાશા થડાનીની ડેબ્યૂ ફિલ્મ છે. કંગનાની છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ રહી છે.
તો હવે એ જોવું રસપ્રદ રહેશે કે ફિલ્મ 'ઇમરજન્સી' બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ