મકરસંક્રાંતિ નિમિત્તે નિખિલ દ્વિવેદીએ, ફિલ્મ 'નાગિન'ની સ્ક્રિપ્ટની ઝલક બતાવી
નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ.) પોતાની છેલ્લી ફિલ્મ 'સીટીઆરએલ' થી ધૂમ મચાવનાર અભિનેતા-નિર્માતા નિખિલ દ્વિવેદીએ, પોતાની આગામી ફિલ્મ 'નાગિન' ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે મકરસંક્રાંતિના અવસર પર ફિલ્મની સ્ક્રિપ્ટની એક ઝલક શેર કરી છે. નિખિલ દ્વ
મકરસંક્રાંતિ નિમિત્તે નિખિલ દ્વિવેદીએ ફિલ્મ 'નાગિન'ની સ્ક્રિપ્ટની ઝલક બતાવી


નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ.) પોતાની છેલ્લી ફિલ્મ 'સીટીઆરએલ' થી ધૂમ મચાવનાર અભિનેતા-નિર્માતા નિખિલ દ્વિવેદીએ, પોતાની આગામી ફિલ્મ 'નાગિન' ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે મકરસંક્રાંતિના અવસર પર ફિલ્મની સ્ક્રિપ્ટની એક ઝલક શેર કરી છે.

નિખિલ દ્વિવેદીએ, પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર 'નાગિન'ની સ્ક્રિપ્ટની એક ઝલક શેર કરી અને લખ્યું, મકરસંક્રાંતિ અને અંતે...

નિખિલ દ્વિવેદી, 'નાગિન' પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન સાકેત ચૌધરી કરી રહ્યા છે. 'સીટીઆરએલ' પછી નિખિલ દ્વિવેદીની બીજી એક શાનદાર ફિલ્મ માટે ઉત્સાહ વધી ગયો છે. આ પ્રોજેક્ટ માટે રાહ જોવી આપણા બધા માટે મુશ્કેલ બનશે કારણ કે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે નિખિલ તેને પડદા પર કેવી રીતે રજૂ કરશે.

નિખિલ દ્વિવેદી દ્વારા નિર્મિત થ્રિલર ફિલ્મ 'સીટીઆરએલ' ને, દર્શકો અને વિવેચકો તરફથી જબરદસ્ત પ્રેમ અને પ્રશંસા મળી. અનન્યા પાંડે અને વિહાન સામત સ્ટારર ફિલ્મ 'સીટીઆરએલ' ને ઇન્ડિયાઝ બ્લેક મિરર કહેવામાં આવી છે.

હિન્દુસ્તાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande