નવી દિલ્હી, 26 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ ગોલકીપર
પીઆર શ્રીજેશને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ ભૂષણથી
નવાજવામાં આવ્યા છે. હોકી ઇન્ડિયાએ શ્રીજેશને, આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને
તેને ભારતીય હોકી માટે ગર્વની ક્ષણ ગણાવી.
શ્રીજેશ મહાન મેજર ધ્યાનચંદ પછી, પદ્મ ભૂષણથી સન્માનિત
થનારા બીજા હોકી ખેલાડી છે. આ સન્માન ધ્યાનચંદને ૧૯૫૬માં આપવામાં આવ્યું હતું.
શ્રીજેશની ૧૮ વર્ષની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિક પછી
સમાપ્ત થાય છે. પેરિસ ઓલિમ્પિકમાં તેમના શાનદાર પ્રદર્શનથી ભારતને સતત બીજો
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ મળ્યો. આ પહેલા ભારતે ટોક્યો 2020 માં પણ બ્રોન્ઝ
મેડલ જીત્યો હતો.
હોકી ઈન્ડિયાના પ્રમુખ ડૉ. દિલીપ ટીર્કીએ એક નિવેદનમાં
જણાવ્યું હતું કે,” શ્રીજેશને પદ્મ ભૂષણથી સન્માનિત થવું એ સમગ્ર હોકી સમુદાય માટે
ગર્વની ક્ષણ છે. તેમનું યોગદાન માત્ર ખેલાડી તરીકે જ નહીં પરંતુ કોચ અને પ્રેરક
તરીકે પણ અજોડ છે. તેમની સફળતાએ અસંખ્ય યુવા ખેલાડીઓને પ્રેરણા આપી છે.”
મહાસચિવ ભોલાનાથ સિંહે જણાવ્યું હતું કે,” મેજર ધ્યાનચંદ
પછી આ સન્માન મેળવવું શ્રીજેશની અસાધારણ કારકિર્દી અને હોકી પરના તેમના કાયમી
પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.”
પદ્મ ભૂષણ પ્રાપ્ત કરવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા શ્રીજેશે
કહ્યું, આ મારા માટે ખૂબ
જ સન્માનની વાત છે. હોકી મારા જીવનનો એક અભિન્ન ભાગ રહ્યો છે અને મેં હંમેશા મારા
દેશ માટે મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. આ સન્માન તે બધા ખેલાડીઓ માટે છે, કોચ અને સપોર્ટ
સ્ટાફ જેમણે મારા માટે આ સફર શક્ય બનાવી.”
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ