નવી દિલ્હી, 29 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે
નેધરલેન્ડ્સમાં વિજક આન ઝી ખાતે, ચાલી રહેલી ટાટા
સ્ટીલ ચેસ ટુર્નામેન્ટના નવમા રાઉન્ડમાં દેશબંધુ લિયોન લ્યુક મેન્ડોન્કાને હરાવીને
એકમાત્ર લીડર તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું.
તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા ગુકેશે, 43 ચાલમાં પોતાની ચોથી જીત નોંધાવી. આ જીત સાથે, તે સંભવિત
નવમાંથી 6.5 પોઈન્ટ સાથે 10મા રાઉન્ડમાં પ્રવેશ કરનાર એકમાત્ર લીડર બન્યો.
બીજી બાજુ, આર. નવમા રાઉન્ડમાં લીડર તરીકે પ્રવેશેલા પ્રજ્ઞાનાનંદને,
સ્થાનિક અનુભવી ખેલાડી અનિશ ગિરી સામે હારનો સામનો કરવો પડ્યો. ઉઝબેકિસ્તાનના
નોદિરબેક અબ્દુસત્તોરોવ અને સ્લોવેનિયાના વ્લાદિમીર ફેડોસીવ હવે, પ્રજ્ઞાનાનંદને
પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી ગયા છે.
આગામી મેચો અને ખેલાડીઓની સ્થિતિ-
ગુકેશના આગામી ચાર વિરોધીઓમાં બે ડચ ખેલાડીઓ, મેક્સ વોર્મરડેમ
(2646 રેટિંગ) અને જોર્ડન વૈન ફોરેસ્ટ (2680)નો સમાવેશ થાય છે. તેને ચીનના
ડિફેન્ડિંગ ચેમ્પિયન વેઈ યી (2751) તરફથી પણ પડકારનો સામનો કરવો પડશે.
મેન્ડોન્કા માટે આ ટુર્નામેન્ટ મુશ્કેલ સાબિત થઈ રહી છે.કારણ કે તેણે હજુ
સુધી એક પણ જીત નોંધાવી નથી. તેના નામે પાંચ ડ્રો અને ચાર હાર છે. ૨૮૦૧ ના એલોરેટિંગ સાથે,
ટુર્નામેન્ટના મુખ્ય દાવેદારોમાંના એક, સાથી ભારતીય અર્જુન એરિગૈસીનો પણ અત્યાર સુધીનો પ્રદર્શન
નિરાશાજનક રહ્યો છે. તેમના આગામી મુકાબલા વૈન ફોરેસ્ટ અને અબ્દુસત્તોરોવ સામે હશે.જ્યારે
ટુર્નામેન્ટ ગુકેશ સામેના મહત્વપૂર્ણ અખિલ ભારતીય મુકાબલા સાથે સમાપ્ત થશે.
ચેલેન્જર્સ વિભાગમાં ભારતીય પ્રદર્શન-
ચેલેન્જર્સ વિભાગમાં, આર. નવમા રાઉન્ડમાં વૈશાલી અને દિવ્યા દેશમુખે, ડ્રો રમ્યો.
વૈશાલી હવે સ્ટેન્ડિંગમાં આઠમા સ્થાને છે.જ્યારે દિવ્યા એક
જીત અને બે ડ્રો સાથે તળિયેથી બીજા સ્થાને છે. વૈશાલી છ પોઈન્ટ સાથે, ૧૪
સ્પર્ધકોમાં આઠમા સ્થાને છે.
ટુર્નામેન્ટના અંતિમ રાઉન્ડ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના
હોવાથી, હવે બધાની નજર ગુકેશના શાનદાર ફોર્મ અને ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ