ગાલે, નવી દિલ્હી, 29 જાન્યુઆરી (હિ.સ.)
ઓસ્ટ્રેલિયાના કાર્યકારી કેપ્ટન સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર,
ચોથો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો છે. તેણે બુધવારે શ્રીલંકા સામે ગાલે ઇન્ટરનેશનલ
સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે આ સિદ્ધિ હાંસલ કરી.
સ્મિથ પહેલા, રિકી પોન્ટિંગ, એલન બોર્ડર અને સ્ટીવ વો આ ઐતિહાસિક ક્લબમાં જોડાઈ ચૂક્યા
છે. તેણે પોતાની ૧૧૫મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી, જેનાથી તે બ્રાયન લારા પછી આ સિદ્ધિ હાંસલ
કરનાર, બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો.
સક્રિય ખેલાડીઓમાં, સ્મિથ જો રૂટ (૧૨,૯૭૨ રન) પછી ટેસ્ટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર
ખેલાડી બન્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ