એટીપી હોંગકોંગ ઓપન: શ્રેષ્ઠ ખેલાડી રૂબલેવ, બીજા રાઉન્ડમાં હાર્યા બાદ બહાર 
હોંગકોંગ, નવી દિલ્હી, 3 જાન્યુઆરી (હિ.સ.). ટોચનો ક્રમાંકિત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રશિયાનો આન્દ્રે રૂબલેવ, ગુરુવારે એટીપી હોંગકોંગ ઓપનના બીજા રાઉન્ડમાં બહાર થઈ ગયો. રૂબલેવને, હંગેરીના ફેબિયન મરોજસન સામે અણધારી હારનો સામનો કરવો પડ્યો હતો. વિક્ટોરિયા
રશિયાનો આન્દ્રે રૂબલેવ


હોંગકોંગ, નવી દિલ્હી, 3 જાન્યુઆરી (હિ.સ.). ટોચનો ક્રમાંકિત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રશિયાનો આન્દ્રે રૂબલેવ, ગુરુવારે એટીપી હોંગકોંગ ઓપનના બીજા રાઉન્ડમાં બહાર થઈ ગયો. રૂબલેવને, હંગેરીના ફેબિયન મરોજસન સામે અણધારી હારનો સામનો કરવો પડ્યો હતો.

વિક્ટોરિયા પાર્કમાં રમાયેલી બીજા રાઉન્ડની મેચમાં વિશ્વના આઠમા ક્રમાંકિત રુબલેવનો 58મો ક્રમાંકિત મરોજસન સામે 5-7, 6-3, 3-6થી પરાજય થયો હતો. આ મેચ એક કલાક અને 58 મિનિટ સુધી ચાલી હતી.

ક્વાર્ટર ફાઇનલમાં મરોજસનનો સામનો ચીનની શાંગ જુનચેંગ સામે થશે. 19 વર્ષીય શાંગે સાતમી ક્રમાંકિત સ્પેનના પેડ્રો માર્ટિનેઝને 6-3, 6-1થી સરળતાથી હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. દિવસની અન્ય મેચોમાં, ઇટાલીના બીજા ક્રમાંકિત લોરેન્ઝો મુસેટ્ટીએ કેનેડિયન ક્વોલિફાયર ગેબ્રિયલ ડાયલોને હરાવ્યો હતો, જ્યારે સ્પેનના જાઉમ મુનારે પોર્ટુગલના પાંચમા ક્રમાંકિત નુનો બોર્ગેસને 6-3, 7-5થી હરાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande