ભારતીય સેનામાં તૈનાત મુરાદાબાદના બનવીર સિંહે, યુવા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો
મુરાદાબાદ, નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય સેનામાં તૈનાત મુરાદાબાદના કાંઠ તહસીલ વિસ્તારના શેખુપુરા ઈન્તજામાઅલી ખાન ગામના રહેવાસી સૈનિક બનવીર સિંહે, નેપાળમાં આયોજિત સાઉથ એશિયન ઈન્ટરનેશનલ યુથ ચેમ્પિયનશિપમાં શાનદાર
રમત


મુરાદાબાદ, નવી દિલ્હી, 05 જાન્યુઆરી

(હિ.સ.) ભારતીય સેનામાં તૈનાત મુરાદાબાદના કાંઠ તહસીલ વિસ્તારના શેખુપુરા ઈન્તજામાઅલી

ખાન ગામના રહેવાસી સૈનિક બનવીર સિંહે, નેપાળમાં આયોજિત સાઉથ એશિયન ઈન્ટરનેશનલ યુથ

ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીતીને પ્રદેશનું નામ રોશન

કર્યું છે.

સૈનિક બનવીર સિંહે 2જી અને 3જી જાન્યુઆરીએ,

નેપાળમાં આયોજિત બે દિવસીય આંતરરાષ્ટ્રીય યુવા ચેમ્પિયનશિપમાં ડિસ્કસ થ્રોમાં

શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની સફળતાનો શ્રેય, તેના કોચ રણદીપ સિંહ

તેમજ કર્નલ સુધીર ગુલિયાને આપ્યો છે.

આ સ્પર્ધામાં બનવીર સિંહે પ્રથમ સ્થાન મેળવ્યું છે.જ્યારે હરિયાણાના

એક ખેલાડીએ બીજું અને નેપાળના એક ખેલાડીએ, ત્રીજું સ્થાન મેળવ્યું છે. બનવીર સિંહ

ભારતીય સેનામાં 10 વર્ષથી સેવા આપી

રહ્યા છે અને હાલમાં તેઓ દિલ્હીમાં પોસ્ટેડ છે. આ પહેલા પણ તેણે ઘણી આંતરરાષ્ટ્રીય

સ્પર્ધાઓમાં, મેડલ જીતીને પોતાના વિસ્તાર અને પરિવારનું નામ રોશન કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / નિમિત કુમાર જયસ્વાલ / મહેશ પટેરિયા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande