નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.) ઉરુગ્વેના ખેલાડી મેથિયાસ એક્યુના,
શનિવારે અમ્બાટો, એક્વાડોરમાં મૃત
હાલતમાં મળી આવ્યા હતા.તેમની ક્લબ મુશુક રુનાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે,”
પ્રારંભિક તબીબી અહેવાલોએ તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો.”
મીડિયા અહેવાલો અનુસાર, 2025ની સીઝન પહેલા એક્વાડોરની સેરી એ ટીમમાં સામેલ
થયેલા એક્યુના તેના ભૂતપૂર્વ સાથી દ્વારા શારીરિક અને માનસિક શોષણના આરોપો બાદ
તપાસ હેઠળ હતા.
મુશુક રુનાએ ફેસબુક પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું
હતું કે, ખેલાડી મેથિયાસ
એકુનાના શરીરની તપાસમાંથી મળેલા પ્રાથમિક મેડિકલ રિપોર્ટ અનુસાર તેને આત્મહત્યાનો
મામલો માનવામાં આવી રહ્યો છે. આ સમાચારથી અમને ખૂબ જ આઘાત લાગ્યો છે અને અમે ઊંડે
ઊંડે દુઃખી છીએ. આ મુશ્કેલ પરિસ્થિતિથી દુઃખી છું. અમે આ સમયે તેમના પરિવાર અને
પ્રિયજનો સાથે અમારી એકતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.
ઉરુગ્વેન ફૂટબોલ એસોસિએશને સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક
નિવેદનમાં કહ્યું કે,” તે 32 વર્ષીય ખેલાડીના
મૃત્યુથી ખૂબ જ દુઃખી છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ