ત્રણ દિવસના ઉછાળા બાદ બુલિયન માર્કેટમાં નરમાઈ, સોના અને ચાંદીની ચમક ઘટી
નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) ત્રણ દિવસના ઉછાળા બાદ આજે સ્થાનિક બુલિયન માર્કેટમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજે સોનાની કિંમતમાં 450 થી 490 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નબળાઈ નોંધાઈ છે. સોનાની કિંમતમાં ઘટાડાને કારણે, દેશના
સોનું


નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) ત્રણ દિવસના ઉછાળા બાદ આજે સ્થાનિક

બુલિયન માર્કેટમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજે સોનાની કિંમતમાં 450 થી 490 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નબળાઈ

નોંધાઈ છે. સોનાની કિંમતમાં ઘટાડાને કારણે, દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં

આજે 24 કેરેટ સોનું રૂ.

78,860 થી રૂ. 78,710 પ્રતિ 10 ગ્રામની

રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે 22 કેરેટ સોનું 72,300 રૂપિયાથી 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીની કિંમત

પણ આજે 1000 રૂપિયા પ્રતિ

કિલો ઘટી ગઈ છે.જેના કારણે દિલ્હી બુલિયન માર્કેટમાં તેની કિંમત 91,500 રૂપિયા પ્રતિ

કિલોના સ્તરે પહોંચી ગઈ છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો

ભાવ 78,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ

થઈ રહ્યો છે.જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 72,300 રૂપિયા નોંધાઈ છે. જ્યારે દેશની આર્થિક

રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 78,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે

વેચાઈ રહ્યું છે.

તેવી જ રીતે, અમદાવાદમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 10 ગ્રામ દીઠ 78,760 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 72,200 રૂપિયા નોંધાઈ

છે. આ મોટા શહેરો સિવાય ચેન્નઈમાં આજે 24 કેરેટ સોનું 78,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનું 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે

વેચાઈ રહ્યું છે. એ જ રીતે,

કલકતામાં પણ 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 78,710 અને 22 કેરેટ સોનું રૂ.

72,150 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ

કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande