નાણામંત્રીએ, ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે પૂર્વ-બજેટ ચર્ચા કરી  
નવી દિલ્હી, 06 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે, સોમવારે નવી દિલ્હીમાં હિતધારકો અને ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે આઠમી પૂર્વ-બજેટ પરામર્શ બેઠક યોજી હતી. સીતારમણની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠક, કેન્દ્રીય બ
બજેટ પૂર્વ બેઠકમાં ચર્ચા કરતા કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણ


નવી દિલ્હી, 06 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે, સોમવારે નવી દિલ્હીમાં હિતધારકો અને ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે આઠમી પૂર્વ-બજેટ પરામર્શ બેઠક યોજી હતી. સીતારમણની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠક, કેન્દ્રીય બજેટ 2025-26ની તૈયારીના સંદર્ભમાં થઈ હતી.

બજેટ પૂર્વ પરામર્શ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય, આગામી કેન્દ્રીય બજેટ અંગે વેપારી સંગઠનોના દૃષ્ટિકોણને સમજવાનો હતો. હિતધારકો અને ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથેની આ ક્રિયાપ્રતિક્રિયા એ સરકારની વાર્ષિક પૂર્વ-બજેટ પરંપરાનો એક ભાગ છે, જેનો હેતુ નીતિઓને આકાર આપવા અને સંસાધનોની અસરકારક રીતે ફાળવણી કરવા માટે વિવિધ ક્ષેત્રોમાંથી ઇનપુટ એકત્ર કરવાનો છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી સાથે નાણા સચિવ, આર્થિક બાબતોના વિભાગના સચિવ અને રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (ડીઆઈપીએએમ) અને શ્રમ મંત્રાલયના પ્રતિનિધિઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત આ બેઠકમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર પણ હાજર હતા.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટ મુખ્ય આર્થિક પડકારોને સંબોધશે અને વૃદ્ધિને વેગ આપશે તેવી અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande