સિદ્ધપુરમા ગાય ખાડા મા પડતા પાલિકા દ્વારા બહાર કાઢવામાં આવી
પાટણ,7 જાન્યુઆરી (હિ.સ.) સિદ્ધપુર શહેરમાં ઠેર ઠેર વિકાસલક્ષી કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે કેટલાક સ્થળોએ ખાડા ખોદવાની કામગીરી ચાલુ છે ત્યારે શહેરમા આવેલ કેન્સર હોસ્પિટલ પાસે સોમવારે સવારે એક ગાય ખાડા મા પડતા આસપાસ ના સ્થાનિક રહીશો એકઠા થઈ ગયા હતા
સિદ્ધપુરમા ગાય ખાડા મા પડતા પાલિકા દ્વારા બહાર કાઢવામાં આવી


પાટણ,7 જાન્યુઆરી (હિ.સ.) સિદ્ધપુર શહેરમાં ઠેર ઠેર વિકાસલક્ષી કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે કેટલાક સ્થળોએ ખાડા ખોદવાની કામગીરી ચાલુ છે ત્યારે શહેરમા આવેલ કેન્સર હોસ્પિટલ પાસે સોમવારે સવારે એક ગાય ખાડા મા પડતા આસપાસ ના સ્થાનિક રહીશો એકઠા થઈ ગયા હતા જેને લઇને વોર્ડના સદસ્ય ભાવેશ રાજગુરુ અને કારોબારી ચેરમેન રશ્મિન દવે ને જાણ કરતા પાલિકાની ટીમ જે.સી.બી લઇને તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ને રહીશો ની મદદ થી ભારે જહેમત બાદ ગાય ને બહાર કાઢવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande