પોરબંદર, 7 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદરમાં એક 17 વર્ષીય સગીર યુવાનનું સરૂચી સ્કુલ પાસે અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઈ જઈ ઢોર મારમારતા ઈજાગ્રસ્ત યુવાનને સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. સુરૂચી સ્કુલ પાસે રહેતા 17 વર્ષીય યુવાનના ફોનમાંથી એક વર્ષ પહેલા તેના મિત્રએ એક યુવતીને HI મેસેજ નાખવાના મનઃદુખમાં ચાર શખ્સોએ સગીર યુવાનને મારમાર્યોના આક્ષેપો સરકારી હોસ્પીટલ ખાતે કરવામાં આવ્યા છે.સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લેતા 17 વર્ષીય આર્યનના નામના યુવાન તથા તેમની માતા નયનાબેને આક્ષેપો સાથે જણાવ્યુ કે, આર્યન તેના મામાના ઘરે જતો હતો એ દરમિયાન નિકુંજ,ભાર્ગવ સહિત કુલ શખ્સોએ પ્લાસ્ટર કામ આપવાનું છે તેમ કહી સરુચી સ્કુલ પાસે બોલવવામાં આવ્યો હતો.સુરૂચી સ્કુલ આર્યન પહોંચતા ચારેય શખ્સોએ ઢીકા-પાટુનો આડેધડ માથા ભાગે મારમાર્યા હતો પછી ત્યાંથી ફોર વ્હીલમાં ગીતાનગર વિસ્તારમાં લઇ ગયા અને ત્યાં કારની અંદર જેમ ફાવે તેવી બોલી મારમાર્યા હતો ત્યારબાદ અન્ય એક વાડીમા લઇ ગયા હતા ત્યાં પણ માથાભાગે જેમફાવે તેમ મારમાર્યા હતો તેવા આક્ષેપો તેમની માતા નયનાબેને હોસ્પિટલ ખાતેથી કર્યા હતા. નયનાબેને વધુમાં જણાવ્યુ હતુ કે, આર્યન ઘરે ના આવતા વારંવાર આર્યન ફોનમાં ફોન કરતા 1 શખ્સો કાર લઈને ઘરે મુકવા આવ્યા હતા.ઘરે આવતા બે શખ્સોએ ધમકી આપતા જણાવ્યુ કે, આતો તમે ફોન કરતા હતા એટલે મુક્યો છે બાકી આખી રાત રાખી મારેત અને મહિનો દિવસ સુધી રાખવાની તાકાત છે તેમ ઈજાગ્રસ્ત યુવાન આર્યનની માતાએ સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે જણાવ્યુ હતુ. નયનાબેન એવી માંગ - પણ કરી છે તેના પુત્રને મારનાર- તમામ શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામા આવે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya